Ahmedabad: પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય, અમદાવાદ-હાવડા વચ્ચે સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન દોડશે

|

Jun 07, 2021 | 8:53 PM

Ahmedabad: મુસાફરોની માંગ અને વધારાની સંખ્યાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલતંત્ર દ્વારા એક નિર્ણય લેવાયો છે. જેમાં અમદાવાદ અને હાવડા વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (વિશેષ ભાડા સાથે) ચલાવવાનું નક્કી કરાયું છે.

Ahmedabad: પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય, અમદાવાદ-હાવડા વચ્ચે સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન દોડશે
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Ahmedabad: મુસાફરોની માંગ અને વધારાની સંખ્યાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલતંત્ર (Western Railway )દ્વારા એક નિર્ણય લેવાયો છે. જેમાં અમદાવાદ અને હાવડા વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (વિશેષ ભાડા સાથે) ચલાવવાનું નક્કી કરાયું છે.

આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે –
ટ્રેન નંબર 02411/02412 અમદાવાદ-હાવડા સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ (કુલ 08 ટ્રિપ્સ)

ટ્રેન નંબર 02411 અમદાવાદ-હાવડા સ્પેશિયલ, 09,16,23 અને 30 જૂન 2021ના ​​રોજ 16:30 કલાકે અમદાવાદથી ઉપડશે. અને ત્રીજા દિવસે 05:15 કલાકે હાવડા પહોંચશે. આવી જ રીતે ટ્રેન નંબર 02412 હાવડા-અમદાવાદ સ્પેશિયલ 07,14,21 અને 28 જૂન 2021ના ​​રોજ હાવડાથી 14:35 કલાકે ઉપડશે. અને ત્રીજા દિવસે 00:20 કલાકે અમદાવાદ પહોંચશે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

બંને દિશામાં આ ટ્રેન નડિયાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, મલકાપુર, અકોલા, બદનેરા, વર્ધા, નાગપુર, ગોંડિયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા, રાઉરકેલા, ચક્રધરપુર, તાતાનગર અને ખડકપુર સ્ટેશનો ખાતે રોકાશે.આ ટ્રેનમાં સ્લીપર અને સેકન્ડ સીટીંગના આરક્ષિત કોચ રહેશે.

ટ્રેન નંબર 02411 માટે બુકિંગ 08 જૂન 2021થી નિયુક્ત પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

સ્ટોપેજ, ઓપરેટિંગ સમય, કમ્પોઝિશન, આવર્તન અને ટ્રેનોના કામકાજના દિવસો સંબંધિત વિગતવાર માહિતિ માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે.

નોંધનીય છે કે કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ આ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરી કરવાની છૂટ રહેશે. પશ્ચિમ રેલ્વે (Western Railway )એ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી દરમિયાન COVID-19 થી સંબંધિત તમામ ધોરણો અને એસ.ઓ.પીનું પાલન કરવા પણ વિનંતી કરી છે.

Next Article