અમદાવાદ: વેજલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથથી ચકચાર, મૃતકના પરિજનોના પોલીસ પર ગંભીર આરોપ

અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથની ઘટના સામે આવી છે. શનિવારે સ્ટેટ મોનિટરિંગ સેલે વેજલપુરમાંથી જુગારધામ ઝડપ્યું હતું. જેમાં સાત આરોપી ઝડપાયા હતા. ઝડપાયેલા 7 આરોપીમાંથી એકનું પોલીસ સ્ટેશનના લૉકઅપમાં મોત થયું છે. ઘટનાને લઈ પીઆઈ અને એસીપી સહિતના અધિકારીઓ વેજલપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા છે. મળતી માહિતી પ્રમાણે મૃતક આરોપીનું નામ કાદર શેખ હતું. પરિવારનો […]

અમદાવાદ: વેજલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથથી ચકચાર, મૃતકના પરિજનોના પોલીસ પર ગંભીર આરોપ
| Edited By: | Updated on: Sep 27, 2020 | 11:18 PM

અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથની ઘટના સામે આવી છે. શનિવારે સ્ટેટ મોનિટરિંગ સેલે વેજલપુરમાંથી જુગારધામ ઝડપ્યું હતું. જેમાં સાત આરોપી ઝડપાયા હતા. ઝડપાયેલા 7 આરોપીમાંથી એકનું પોલીસ સ્ટેશનના લૉકઅપમાં મોત થયું છે. ઘટનાને લઈ પીઆઈ અને એસીપી સહિતના અધિકારીઓ વેજલપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા છે. મળતી માહિતી પ્રમાણે મૃતક આરોપીનું નામ કાદર શેખ હતું. પરિવારનો આક્ષેપ છે કે તેને કેન્સરની ગાંઠ હોવાથી તેમણે રાત્રે ઘરે લઈ જવાની રજૂઆત કરી હતી. જો કે પોલીસે આરોપીને ઘરે લઈ જવાનો ઈન્કાર કર્યો હતો અને કસ્ટડીમાં જ આરોપીનું મોત થયું હતું. પોલીસનો દાવો છે કે આરોપીને સારવાર મળે તે માટે PSOએ 108ને કોલ કર્યો હતો અને 108ના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આરોપીને બચાવવા માટે પૂરતા પ્રયત્નો કરાયા હોવાનો પોલીસનો દાવો છે.