અમદાવાદના ત્રણ એવા બાળકો કે જેઓ બીજા બાળકો અને યુવાનો માટે પ્રેરણા રૂપ બન્યા છે. કેમ કે તેઓએ સ્પોર્ટ્સ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી છે અને તે છે અંડર 10માં દોડમાં રેકોર્ડ. અમદાવાદના આ 3 બાળકોએ જે યુવાનો પણ ન કરી શકે તે કરી બતાવ્યુ છે. અને તે છે અંડર 10 માં દોડનો રેકોર્ડ. આ બાળકોમાં છે.
1. દેવ ચૌહાણ
ઉંમર: 9 વર્ષ 9 મહિના
સરનામુ: બાપુનગર અમદાવાદ
ધોરણ : 5મું
3 કિમી: 11 મિનિટ: 31 સે
2 શિવમ મિશ્રા.
ઉંમર 8 વર્ષ 9 મહિના
સરનામુ: રાણીપ અમદાવાદ
ધોરણ : 4 થી
3 કિમી 11 મિનિટ: 40 સે
3. આરાધ્યા મિશ્રા
ઉંમર: 9 વર્ષ 10 મહિના
સરનામુ: રાણીપ અમદાવાદ
ધોરણ : 6ઠ્ઠું
3 કિમી: 12 મિનિટ: 15 સે
4 દેસાઈ ભાવિકા
ઉંમર 11 વર્ષ 5 મહિના
સરનામુ: બાપુનગર અમદાવાદ.
ધોરણ: 7 મી
3 કિમી : 12 મિનિટ: 57 સે
અને જો બાળકોની સિદ્ધિ જોઈએ તો…
સ્થળ: દેહરાદૂન ઉત્તરાખંડ 2021-22
1લી થી 3જી ઓકટો
1 દેવ ચૌહાણ
5 કિમીમાં ગોલ્ડ મેડલ
2 શિવમ મિશ્રા
5 મીટરમાં સિલ્વર મેડલ
3 આરાધ્યા મિશ્રા
3 કિમીમાં ગોલ્ડ મેડલ
4. ભાવિકા દેસાઈ
3 કિમીમાં સિલ્વર મેડલ
સ્થળ– મડગાંવ, ગોવા 2021-22,8 થી 10મી ઓક્ટોબર.
1 દેવ ચૌહાણ
5 કિમીમાં ગોલ્ડ મેડલ
2. શિવમ મિશ્રા
5 કિમીમાં ગોલ્ડ મેડલ
3 આરાધ્યા મિશ્રા
5 કિમીમાં ગોલ્ડ મેડલ
4. ભાવિકા દેસાઈ
5 કિમીમાં સિલ્વર મેડલ
5. ગુરવી મહેશ્વરી
3 કિમીમાં ગોલ્ડ મેડલ
આમ આ પ્રકારે નાની ઉંમરે બાળકોએ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. તો બાળકોને ટ્રેનિંગ આપનાર કોચની વાત માનીએ તો. તો તેઓ ઘણા સમયથી તેમનું ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે. જ્યાં આ બાળકો 2 વર્ષથી ટ્રેનિંગ લઈ રહ્યા હતા. જે સમય દરમીયાન તેઓએ વિવિધ મેડલ અને સિદ્ધિ પ્રાપ્ત કરતા કોચ પણ ગર્વ અનુભવી રહ્યા છે. તો સાથે કોચે અન્ય બાળકોને પણ અભ્યાસ સાથે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં જોડાવવા બાળકો અને વાલીઓને અપીલ કરી છે. જેથી બાળકોને અલગ માહોલ મળે. તેનું માઈન્ડ વિકસે. શારીરિક ફાયદો થાય તેમજ સિદ્ધિ મેળવવા સાથે બાળક પોતાનું પરિવાર અને શહેર રાજ્ય દેશનું નામ પણ રોશન કરી શકે. તો સાથે જ લોકો દોડ ક્ષેત્રે આગળ વધે માટે તેને લઈને સારી સુવિધા ઉભી કરવા પણ કોચે માંગ કરી છે.
મહત્વનું છે કે હાલમાં લોકો સ્પોર્ટ્સને પસંદ કરી રહ્યા છે. પણ તેમા માત્ર ગણતરીની જ રમત પસંદ કરી રહ્યા છે. જે ન થવું જોઈએ અને તમામ ક્ષેત્રે લોકો આગળ વધે તે પણ જરૂરી છે. જેથી ક્ષેત્રમાં ભારતનો ડંકો વાગે. ત્યારે જોવાનું એ રહે છે કે જે બાળકોએ અન્ય ખેલાડી પરથી પ્રેરણા લઈને દોડમાં રેકોર્ડ કર્યો છે. તે જ બાળકોમાંથી અન્ય કેટલા લોકો પ્રેરણા લે છે અને સ્પોર્ટ્સમાં આગળ વધે છે.
Published On - 1:20 pm, Fri, 5 November 21