Big News: રત્નમણિ ગ્રૂપમાંથી અધધધ બિનહિસાબી વ્યવહારોનો પર્દાફાશ, IT વિભાગે બોલાવ્યો સપાટો

Ahmedabad: આયકર વિભાગ દ્વારા ખ્યાતનામ રત્નમણી ગ્રુપ પર સપાટો બોલાવવામાં આવ્યો હતો. તો આ દરોડામાં મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારોનો પર્દાફાશ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 7:48 AM

Ahmedabad: IT  વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવી રહ્યો છે. ત્યારે રત્નમણિ ગ્રુપ (Ratnamani Group) પર IT ના દરોડા (IT Raid) દરમિયાન કરોડોના વ્યવહાર મળ્યા હોવાની મોટી માહિતી સામે આવી છે. જાણવી દઈએ કે આયકર વિભાગને તપાસ દરમિયાન 250 કરોડના વ્યવહારો મળ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આયકર વિભાગે 15 લોકર, 1 કરોડની રોકડ અને 1 કરોડના ઘરેણા જપ્ત કર્યા છે.

ઇન્કમટેક્સ વિભાગે રત્નમણીમાં સપાટો બોલાવ્યો છે. કંપનીના સીએમડી પ્રકાશ સંઘવીની નારણપુરાની રજિસ્ટ્રર્ડ ઓફિસ ઉપરાંત સેટેલાઇટની ઓફિસો, રહેઠાણો તેમજ છત્રાલ, કચ્છના ભીમાસરમાં આવેલી ફેકટરીઓ ખાતે રેડ પાડી છે. એટલું જ નહીં વાપી, સેલવાસા, મુંબઇ ખાતેની ઓફિસોમાં પણ દરોડાની કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે. તો રત્નમણી મેટલ્સ એન્ડ ટયૂબ્સના સ્થળો અનેક ઉપરથી 250 કરોડના બેનામી વ્યવહાર, 15 કરતા વધારે બેન્ક લોકર મળી આવ્યા છે. તો માહિતી પ્રમાણે અહીં અધિકારીઓ દ્વારા સર્વર ઉપરથી ડેટાનું બેકઅપ લેવાની કામગીરી કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ગત મંગળવારે એસ્ટ્રલ અને રત્નમણી કંપની પર દરોડા પાડ્યા હતા. આ કંપનીઓના 44 ઠેકાણએ દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડા અત્યાર સુધીના સૌથી મોટા દરોડા છે. કેમ કે એક અઠવાડિયા બાદ પણ દરોડાનું કામકાજ ચાલી રહ્યું છે. રત્નમણીમાંથી મોટાપાયે બિનહિસાબી વ્યવહાર મળ્યા છે. તો બીજી તરફ એસ્ટ્રલ કંપનીના શેરનું કામ કરતી મોનાર્ક બ્રોકીંગને ત્યાં પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.

આ પણ વાંચો: આજે રાજ્યના આ વિસ્તારોમાં પડી શકે છે અતિભારે વરસાદ, જાણો હવામાન વિભાગની શું છે આગાહી

આ પણ વાંચો: World AIDS Day 2021: 1 ડિસેમ્બરે ઉજવાય છે વિશ્વ એઇડ્સ દિવસ, જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">