અમદાવાદમાં સતત થઈ રહેલા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનોને રોકવા ખુદ પોલીસ કમિશ્નર આવ્યા મેદાનમાં, એક અઠવાડિયા સુધી કરાશે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી

|

Feb 04, 2019 | 11:28 AM

એક તરફ શહેર અને ગુજરાતભરમાં ટ્રાફિક નિયમોનું પાલન થાય તે પ્રકારના પ્રયાસો કરાઈ રહ્યા છે. તેવામાં હાઇકોર્ટની ટકોર બાદ આ પ્રયાસમાં વધારો કરાયો. જોકે તેમ છતાં પણ શહેેેરમાંં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેમાં સુધારો આવે માટે શહેરમાં વિવિધ કાર્યકર્મો પણ થતાં હોય છે અને માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી પણ કરાતી હોય. છે. ત્યારે આજે […]

અમદાવાદમાં સતત થઈ રહેલા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનોને રોકવા ખુદ પોલીસ કમિશ્નર આવ્યા મેદાનમાં, એક અઠવાડિયા સુધી કરાશે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી

Follow us on

એક તરફ શહેર અને ગુજરાતભરમાં ટ્રાફિક નિયમોનું પાલન થાય તે પ્રકારના પ્રયાસો કરાઈ રહ્યા છે. તેવામાં હાઇકોર્ટની ટકોર બાદ આ પ્રયાસમાં વધારો કરાયો. જોકે તેમ છતાં પણ શહેેેરમાંં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.

તેમાં સુધારો આવે માટે શહેરમાં વિવિધ કાર્યકર્મો પણ થતાં હોય છે અને માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી પણ કરાતી હોય. છે. ત્યારે આજે સરકાર દ્વારા 30મા માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરાયું. જેની ઠેર ઠેર ઉજવણી કરાઈ. લો ગાર્ડન પાસે આવેેલ GLS કોલેજ ખાતે પણ ઉજવણી કરવામા આવી. પોલીસ કમિશનરના હસ્તે શરૂ કરાયેલ કાર્યક્રમમાં પોલીસ કર્મી સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા.

એટલું જ કાર્યક્રમ દરમિયાન અધિકારી દ્વારા સંબોધન પણ કરવામાં આવ્યું. જેમાં rto અધિકારીએ ગુજરાતને લગતા વિવિધ આંકડાઓ આપ્યા. આ આંકડાઓ પ્રમાણે,

વર્ષ 2017માં 12 લાખ લોકો મૃત્યુ પામ્યા. 5 કરોડ લોકો ઇજાગ્રસ્ત. દર મિનિટે 2 લોકોના મોત. દર સેકન્ડે 1 થી 2 લોકો ઘાયલ થયા અને અમદાવાદમાં 19081 અકસ્માત થયા જેમાં 7081 મૃત્યુ પામ્યા. સાથે જ હાલ 2.30 કરોડ વાહનો હયાતમાં છે અને ગુજરાતના 17 થી 20 ટકા અમદાવાદમાં વાહનો હોવાનું જણાવ્યું.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

જુઓ VIDEO:

સાથે isi માર્ક વગરના અને સાથેના હેલ્મેટનો એક ડેમો પણ કરવામાં આવ્યો. જેથી લોકોને પણ ખ્યાલ આવે કે તેઓ કેવા પ્રકારનું હેલ્મેટ ખરીદી શકે અને રોડ અકસ્માતમાં હેલ્મેટ દવારા પોતાનો જીવ બચાવી શકે. સાથે જ 11 રિટેલર્સે હેલ્મેટ પહેર્યા વગરના લોકોને આવેલા મેમો પરથી સપ્તાહ દરમિયાન ડિસ્કાઉન્ટ આપવાનું પણ નક્કી કર્યું. જેથી લોકોને હેલ્મેટ પહેરતા કરી શકાય.

આમ 4 થી 10 તારીખ સુધી ચાલનાર સપ્તાહમાં દરેક દિવસે અલગ અલગ કાર્યકર્મો અને દરાઈવ યોજાશે. જેથી ટ્રાફિક નિયમને લઈને લોકોમાં જાગૃતિ લાવી શકાય અને લોકોને ટ્રાફિક નિયમો પાડતા કરી અકસ્માતોની સંખ્યા ઘટાડી લોકોના જીવ બચાવી શકાય.

[yop_poll id=1073]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article