Ahmedabad: AMC નો કડક નિર્ણય, કોરોના વેક્સિનનો બીજો ડોઝ ન લેનારને આ જગ્યાઓ પર નહીં મળે પ્રવેશ!
Ahmedabad: કોરોના વેક્સિનેશન વધારવા હવે કોર્પોરેશન એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે હવે નિર્ણય કરવામાં આવ્યો છે કે વેક્સિનના બંને ડોઝ ના લીધા હોય તેમને AMC ના જાહેર સ્થાનો પર પ્રવેશ નહીં મળે.
Ahmedabad: કોરોનાની રસીનો બીજો ડોઝ (Corona Vaccine second dose) નહીં લીધો હોય તો AMCની કચેરીઓમાં પ્રવેશ નહીં મળે. જી હા, રસીકરણને વેગ મળે, અને નાગરિકો ત્વરિત અસરથી રસીનો બીજો ડોઝ લે તે હેતુસર, AMC એ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પાલિકાના નિર્ણય પ્રમાણે સિવિક સેન્ટર, AMTS, BRTS જેવા એકમોમાં પણ પ્રવેશ નહીં મળી શકે. તો આ તરફ કાંકરિયા, રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, જીમખાના અને સ્વિમિંગ પુલમાં પણ બીજો ડોઝ ન લેનારાઓને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ નિયમ 13 નવેમ્બરથી લાગુ રહેશે. AMC દ્વારા મળતી માહિતી મુજબ શહેરમાં આજે પણ 9 લાખ 80 હજાર લોકોએ સમયમર્યાદા પૂર્ણ થઇ ગઇ હોવા છતા રસીનો બીજો ડોઝ નથી લીધો. અને તેથી જ AMCએ હવે કડક હાથે કામ લેવાનો નિર્ણય કર્યો છે.
ક્યાં ક્યાં નહીં મળે પ્રવેશ?
AMCની કચેરીઓમાં નહીં મળે પ્રવેશ.
કાંકરિયા, રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, જીમખાના અને સ્વિમિંગ પુલમાં નો એન્ટ્રી.
સિવિક સેન્ટર, AMTS, BRTS જેવા એકમોમાં પણ નહીં મળી શકે પ્રવેશ.
અમદાવાદમાં રસીના બીજા ડોઝમાં બાકી રહેલા નાગરિકોના આંકડા પર નજર કરીએ તો મધ્ય ઝોનમાં 1.18 લાખ અને પૂર્વ ઝોનમાં 1.50 લાખ લોકોએ હજુ સુધી બીજો ડોઝ નથી લીધો. જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 1.24 લાખ અને ઉત્તર ઝોનમાં 1.60 લાખ લોકોનો બીજો ડોઝ બાકીછે. તો દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 79 હજાર લોકોને બીજો ડોઝ બાકી છે. જ્યારે દક્ષિણ ઝોનમાં 1.44 લાખ અને પશ્ચિમ ઝોનમાં 1.52 લાખ લોકોએ બીજો ડોઝ નથી લીધો. મહત્વપૂર્ણ છે કે સમયમર્યાદા પૂર્ણ થઇ ગયાના દોઢ મહિના બાદ 2.58 લાખ લોકોનો બીજો ડોઝ બાકી છે. તો સમયમર્યાદા પૂર્ણ થઇ ગયાના એક મહિના બાદ 65 હજાર લોકોનો બીજો ડોઝ બાકી છે.
આ પણ વાંચો: Sameer Wankhede Case: નવાબ મલિક સામે દાખલ કરવામાં આવેલા માનહાનિના દાવા પર બોમ્બે હાઈકોર્ટ આજે કરશે સુનાવણી
આ પણ વાંચો: Vadodara: રખડતા ઢોર મામલે કોર્પોરેશનની ઢોર પાર્ટીની મિલીભગતનો વિડીયો વાયરલ, તંત્ર આવ્યું હરકતમાં