Ahmedabad : ગુજરાતમાં પાર્કિંગ ચાર્જ મામલે સુપ્રીમ કોર્ટનો આદેશ, સરકાર પાલિકાઓને બંધનકર્તા નીતિ બહાર પાડે : સુપ્રીમ કોર્ટ

|

Sep 04, 2021 | 8:18 AM

ગુજરાતના શહેરોમાં લેવાતા પાર્કિંગ ચાર્જ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. સુપ્રિમ કોર્ટે આ મામલે કહ્યું છેકે સરકાર તમામ મહાનગરપાલિકાઓને બંધનકર્તા નીતિ બહાર પાડે. પાર્કિંગ તેમજ ટ્રાફિકની સમસ્યાનો નિકાલ થાય એનું પણ ધ્યાન રાખવામાં આવે તેમ સુપ્રીમ કોર્ટે ઉમેર્યું છે.

Ahmedabad : ગુજરાતના શહેરોમાં લેવાતા પાર્કિંગ ચાર્જ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કહ્યું છેકે સરકાર તમામ મહાનગરપાલિકાઓને બંધનકર્તા નીતિ બહાર પાડે. પાર્કિંગ તેમજ ટ્રાફિકની સમસ્યાનો નિકાલ થાય એનું પણ ધ્યાન રાખવામાં આવે તેમ સુપ્રીમ કોર્ટે ઉમેર્યું છે. તથા, મોલ અને માર્કેટમાં તેમજ પબ્લિક પાર્કિંગના અભાવે મેટ્રોપોલિટન સિટીમાં ટ્રાફિક એક ગંભીર સમસ્યા હોવાનું સુપ્રીમ કોર્ટે ટાંક્યુ છે.

સરકારે કોઈ ચોક્કસ નીતિ કે નિર્દેશિકા બહાર પાડી નથી, બધા શહેરોમાં એક સરખી નીતિ હોવી જરૂરી હોવાનું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. આ મામલે સુપ્રીમ કોર્ટે ગૃહ વિભાગ, શહેરી વિકાસ વિભાગ અને ટ્રાન્સપોર્ટ વિભાગના સચિવોને આગામી આખરી મુદત પહેલા આખરી તક રૂપે સોગંદનામાં રજૂ કરવા આદેશ કર્યો છે.

સરકારે ટાઉન પ્લાનિંગ એકટ કે જીડીસીઆરમાં ચોક્કસ નિર્દેશિકા કે જાહેરનામું બહાર પાડવું જોઈએ તેમ સુપ્રીમ કોર્ટે કહ્યું છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પાર્કિંગ ચાર્જ મામલે આપેલા આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ હતી. આ મામલે વધુ સુનાવણી 14 સપ્ટેમ્બરના રોજ યોજવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ છે.

અમદાવાદમાં નવી પાર્કિંગ પોલિસીની દરખાસ્તને મંજૂરી માટે રજુ કરાઇ

નોંધનીય છેેકે અમદાવાદ શહેરમાં પાર્કિંગ અને ટ્રાફિકની (Parking and traffic)સમસ્યા હળવી કરવા માટે રાજ્ય સરકારે પગલાં ભર્યા છે. આ મામલે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ગેઝેટમાં વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે. જેના આધારે નવી પાર્કિંગ પોલિસી તૈયાર કરાઇ રહી છે.

આ નવી પાર્કિંગ પોલિસીની (Parking policy)દરખાસ્તને મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ એજન્ડા રજુ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની દરખાસ્તમાં સ્પષ્ટતા છે કે, નવી કાર ખરીદવા માટે ખરીદદારે તેમની પાસે પાર્કિંગની જગ્યા હોવાનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. જે ફરજીયાત બનાવવાનો પણ દરખાસ્તમાં ઉલ્લેખ છે. આ તમામ અભિપ્રાયો બાદ મ્યુનિસિપલ વિભાગ દ્વારા આ દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારે (Central Government) 2017માં જાહેર કરેલી નીતિને અપનાવવા માટે નવી પાર્કિંગ પોલિસી બનાવવાની ભલામણ કરાઇ હતી. જે પોલિસીના અમલ માટે ટીડીઓ (TDO) અને પોલીસ અધિકારીઓ દ્વારા ચોક્કસ નીતિ બનાવવી રાજ્ય સરકારે તેને આધારે ગેઝેટ બહાર પાડી લોકોના અભિપ્રાયો મગાવ્યા હતા.

Published On - 8:06 am, Sat, 4 September 21

Next Video