અમદાવાદ : સિનિયર અને જુનિયર તબીબોની હડતાળ, દર્દીઓની મુશ્કેલીમાં વધારો

|

Nov 29, 2021 | 12:18 PM

બીજી તરફ અમદાવાદમાં રેસિડેન્ટ ડૉક્ટર OPD તેમજ વોર્ડમાં કામકાજથી અળગા રહ્યા. NEET PG કાઉન્સેલિંગ 4 સપ્તાહ માટે મોકૂફ રાખવા મામલે જૂનિયર ડોકટર એસોસિયેશને વિરોધ નોંધાવ્યો.

અમદાવાદમાં સિનિયર અને જૂનિયર તબીબોની હડતાળ. બંને તબીબોની હડતાળના પગલે દર્દીઓની મુશ્કેલી વધી છે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન, જીએમઇઆરએસ ફેકલ્ટી, ક્લાસ 2 મેડિકલ ઓફિસર્સ GIDA, ESIS ના 10 હજાર તબીબો વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. બીજી તરફ જુનિયર ડોક્ટરો પણ પોતાની માંગને લઇને હડતાળ પર ઉતર્યા છે.

બીજી તરફ અમદાવાદમાં રેસિડેન્ટ ડૉક્ટર OPD તેમજ વોર્ડમાં કામકાજથી અળગા રહ્યા. NEET PG કાઉન્સેલિંગ 4 સપ્તાહ માટે મોકૂફ રાખવા મામલે જૂનિયર ડોકટર એસોસિયેશને વિરોધ નોંધાવ્યો. તબીબોનો આરોપ છે કે, NEET PG કાઉન્સેલિંગની તારીખ વારંવાર પાછળ ઠેલવામાં આવતા નવા ડોકટરની અછત સર્જાઈ છે. ડૉક્ટરની અછતના કારણે તેમના પર કામનો બોજ વધ્યો છે. આ અંગે વારંવાર કેન્દ્ર સરકાર સુધી રજૂઆત કરવા છતાં કોઈ હકારાત્મક પગલાં ન લેવાયાનો આરોપ છે.

સુરતમાં પણ તબીબો હડતાળમાં જોડાયા

સુરત (Surat) શહેરમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ ચાલી રહી (Doctor strike) છે. તો આ હડતાલમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો હડતાળમાં જોડાયા નથી. તો બીજી તરફ સ્મીમેર હોસ્પિટલના તબીબોએ હડતાળ કરી સુત્રોચાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવીયાની સુરત મુલાકાત વખતે સિવિલના તબીબોએ તેમને સમગ્ર મુદ્દે રજૂઆત કરી હતી. એ સમયે માંડવીયાએ સિવિલના તબીબોને વિશ્વાસ આપ્યો હતો. જેથી સિવિલ હોસ્પિટલના તબીબોએ હડતાળ રદ કરી છે. તો બીજી તરફ સ્મીમેર હોસ્પિટલના તબીબોએ NEET PG ના પ્રવેશ માટેના કાઉન્સેલિંગ શરૂ કરવાની માગ સાથે હડતાળ શરૂ કરી છે.

Next Video