અમદાવાદ : દિવાળી પર્વને લઈને ST નિગમ દ્વારા દોડાવાશે એકસ્ટ્રા બસ સેવા

|

Oct 12, 2021 | 1:26 PM

દિવાળી પર્વને લઈને એસટી નિગમે દિવાળીમાં રોજનું 200 થી 250 બસ વધારાની દોડાવવાનું આયોજન કર્યું છે. સુરત, અમદાવાદ અને હેડક્વાર્ટર ડેપોમાં આ બસ સંચાલન થશે. જે વધારાની બસ સેવા દિવાળીની પહેલા 29 ઓક્ટોબરથી 4 નવેમ્બર અને દિવાળી બાદ 7 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી એક્સ્ટ્રા બસ સેવા ચાલશે.

અમદાવાદ : દિવાળી પર્વને લઈને ST નિગમ દ્વારા દોડાવાશે એકસ્ટ્રા બસ સેવા
Ahmedabad: ST Corporation will organize extra bus service on the occasion of Diwali

Follow us on

તહેવારો આવતા લોકો પોતાના વતને જતા હોય છે. જેના કારણે વાહન વ્યવહાર પર તેની સીધી અસર દેખાય. કેમ કે તહેવારો સમયે મુસાફરોની સંખ્યા વધી જતી હોય છે. તેવા સમયે ખાનગી બસ સંચાલક અને સરકારી વર્ષ સેવા આપતા લોકો વિવિધ યોજના લાવતા હોય છે તેમજ એક્સ્ટ્રા બસ સંચાલન કરતા હોય છે.

આવી જ રીતે દિવાળી પર્વને લઈને એસ ટી નિગમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે વિશેષ આયોજન કરાયુ છે. સાથે જ આ વર્ષે એસ ટી નિગમે આપ કે દ્વારા યોજના ખાસ શરૂ કરી છે.

તહેવારો માટે એસટીમાં મુસાફરી માટે બનાવાયો એક્શન પ્લાન બનાવાયો. જેમાં દિવાળીને લઈ સૌરાષ્ટ્ર પંચમહાલ ઉત્તર ગુજરાત માટે ખાસ બસની વ્યવસ્થા કરાશે. ગુજરાતમાં વસતા કોઈપણ શહેરના લોકો ગ્રુપ બુકિંગ કરાવી આપ કે દ્વાર યોજનાનો લાભ લઇ શકશે. જે યોજનાનો લાભ લેવા 52 સીટોનુ બુકિંગ થતા એસટી બસ ઘર સુધી આવશે. અને એક સ્થળેથી નક્કી કરેલ સ્થળ સુધી લઈ જશે. આ બુકિંગ વ્યવસ્થાનો લાભ લેવા માટે 52 લોકોનું સીટ બુકિંગ જરૂરી છે. જે વ્યવસ્થાનો લાભ લોકોને ૨૯ ઓક્ટોબરથી ૪ નવેમ્બર સુધી મળશે. જેમાં ઓનલાઈમ બુકીંગ પર 5 ટકા જ્યારે રિટર્ન બુકીંગ સાથે 10 ટકા ડિસ્કાઉન્ટ પણ રખાયું. જોકે ખાસ સેવા હોવાને લઈને મુસાફરો એ થોડું વધુ ભાડું ચૂકવવું પડશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

તો આ તરફ દિવાળી પર્વને લઈને એસટી નિગમે દિવાળીમાં રોજનું 200 થી 250 બસ વધારાની દોડાવવાનું આયોજન કર્યું છે. સુરત, અમદાવાદ અને હેડક્વાર્ટર ડેપોમાં આ બસ સંચાલન થશે. જે વધારાની બસ સેવા દિવાળીની પહેલા 29 ઓક્ટોબરથી 4 નવેમ્બર અને દિવાળી બાદ 7 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી એક્સ્ટ્રા બસ સેવા ચાલશે. જેથી મુસાફરો તેનો લાભ લઈ શકે અને સરળતાથી તેમના વતન પહોંચી શકે. તો એસ ટી નિગમને કમાણી પણ થાય. એસ ટી નિગમમાંથી મળતી માહિતી પ્રમાણે 2019માં આ સેવાથી 1.53 કરોડ આવક થઈ જ્યારે 2020 માં 95 લાખ આવક થઈ. તો આ વખતે વધુ આવક થવાની એસ ટી નિગમને આશા છે.

તો આ તરફ ગોંડલ થી રાજકોટ જતા કોરિડોર બ્રિજ કામ ચાલુ હોવાથી ભાડામાં વધારો કરાયો છે. લોકલ ભાડામાં 8 રૂપિયા જ્યારે એક્સપ્રેસ ભાડામાં 10 રૂપિયા જેટલો વધારો કર્યો છે. રાજકોટથી ગોંડલ જવામાં કોઈ હાલાકી નથી. પણ ગોંડલ થી રાજકોટ જતા રૂટ પર કામ ચાલતું હોવાથી 1 વર્ષ કામ ચાલશે તેવું જાહેરનામું કલેકટરે બહાર પાડ્યું છે. જેમાં જો 60 દિવસથી વધું કામ હોય તો એસ ટી નિગમ ભાડું વધારી શકે તેવો નિયમ છે. જેને લઈને એસ ટી નિગમે લોકલ બસ સેવામાં 8 રૂપિયા જ્યારે એક્સપ્રેસ બસ સેવામાં 10 રૂપિયા ભાડું વધાર્યું છે. જે ભાડું વધારવાના રૂટમાં 9 કિલો મીટરનું અંતર વધુ થાય છે. અને જ્યાં સુધી કામ ચાલુ રહેશે ત્યાં સુધી મુસાફરોએ વધુ ભાડું ચૂકવવું પડશે.

Published On - 1:23 pm, Tue, 12 October 21

Next Article