અમદાવાદની સ્ફુમ સ્કૂલની મનમાની, ધોરણ 9 અને 11ના વિધાર્થીઓને પરીક્ષા માટે શાળામાં બોલાવ્યા

|

Jan 21, 2021 | 4:39 PM

અમદાવાદના થલતેજની સ્કૂમ ઈંગ્લીશ સ્કૂલે, ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને સરકારની મંજૂરી વિના જ પરિક્ષા માટે સ્કુલમાં બોલાવ્યા હતા. સમગ્ર ઘટના અંગે DEO દ્વારા શાળા સામે તપાસ શરૂ કરવામાં આવી છે...DEOએ જણાવ્યું હતું કે તપાસ બાદ શાળાને નોટિસ આપી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદની સ્ફુમ સ્કૂલની મનમાની, ધોરણ 9 અને 11ના વિધાર્થીઓને પરીક્ષા માટે શાળામાં બોલાવ્યા
skum school

Follow us on

અમદાવાદના થલતેજની SKUM ઈંગ્લીશ સ્કૂલની મનમાની સામે આવી છે. SKUM સ્કૂલ દ્વારા સરકારના નિયમોનો ભંગ કરી ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શાળામાં બોલાવ્યા હતા .મંજૂરી ના હોવા છતાં ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી…હાલ સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે જ શાળાઓ શરૂ કરી છે… ત્યારે સ્ફુમ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ દ્વારા ગઈકાલે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી પરીક્ષા લેવામાં આવી હતી.

આ અંગે સ્કૂલના પ્રિન્સિપાલે ખુલાસો કર્યો હતો કે કેટલાક વાલીઓએ સામેથી રજુઆત કરી હતી કે ઓનલાઇન શિક્ષણમાં મુશ્કેલી પડતી હોવાથી વિદ્યાર્થીઓને શાળામાં ડાઉટ સોલ્વ કરાવવામાં આવે..વાલીની રજુઆત બાદ વાલીઓની સંમતિ લીધા બાદ કેટલાક વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા.વિદ્યાર્થીઓને ડાઉટ સોલ્વ કરાવવા અને પ્રેક્ટિસ પેપર લેવામાં આવ્યા હતા…કોઈ વાલી કે વિદ્યાર્થીઓને દબાણ કરાયું નથી…20 જેટલા વિદ્યાર્થીઓને જ વાલીઓની સંમતિથી બોલાવ્યા હતા…સમગ્ર ઘટના અંગે DEO દ્વારા શાળા સામે તપાસ શરૂ કરવામાં આવી છે…DEOએ જણાવ્યું હતું કે તપાસ બાદ શાળાને નોટિસ આપી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Next Article