Ahmedabad : નર્સિંગ સ્ટાફની ભરતી સત્વરે કરવાનું આયોજન, રુપાણી સરકારને 5 વર્ષ પુર્ણ થયાના ભાગરુપે ભરતી તાબડતોબ

|

Aug 01, 2021 | 10:51 PM

રુપાણી સરકારને 5 વર્ષ પુર્ણ થયાના ભાગરુપે નર્સિંગ સ્ટાફની ભરતી તાબડતોબ થઇ રહી છે. સરકારી ઉજવણીના ભાગરુપે નર્સિંગ સ્ટાફની ભરતી સત્વરે કરવાનું આયોજન છે.

Ahmedabad : નર્સિંગ સ્ટાફની ભરતી સત્વરે કરવાનું આયોજન, રુપાણી સરકારને 5 વર્ષ પુર્ણ થયાના ભાગરુપે ભરતી તાબડતોબ
Ahmedabad: Recruitment of Nursing Staff

Follow us on

Ahmedabad : રુપાણી સરકારને 5 વર્ષ પુર્ણ થયાના ભાગરુપે નર્સિંગ સ્ટાફની ભરતી તાબડતોબ થઇ રહી છે. સરકારી ઉજવણીના ભાગરુપે નર્સિંગ સ્ટાફની ભરતી સત્વરે કરવાનું આયોજન છે. જે અન્વયે આવતીકાલથી પસંદગી પામેલ 3000 નર્સિંગ સ્ટાફની તાત્કાલિક ભરતી કરવા કવાયત હાથ ધરાઇ છે.

કોવિડ-૧૯ની ત્રીજી લહેર પહેલા આરોગ્ય વિભાગની 3000 સ્ટાફ નર્સની ભરતીની તૈયારીઓ આખરી તબક્કામાં હોવાનું કહેવાય છે. સ્ટાફ નર્સની ભરતી પરીક્ષાનું રીઝલ્ટ વેબસાઇટ પર જાહેર થશે. પસંદગી પામેલા ઉમેદવારોની આવતીકાલથી પ્રમાણ પત્ર ચકાસણી થશે.

તા.02/08/2021 થી તા.03/08/2021 સુધી તમામ જીલ્લા સ્તરે અસલ પ્રમાણપત્રની ચકાસણી થશે. પસંદગી પામેલ દરેક ઉમેદવારે પોતાના જીલ્લામાં આવેલ પ્રમાણપત્ર ચકાસણી સ્થળે તેવાઓના અસલ પ્રમાણપત્રો સહિત પાસપોસ્ટ સાઇઝનો ફોટો અને ભરેલ ફોર્મની પ્રિન્ટ સાથે હાજર રહેવું પડશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વધુ વિગતો ઓજસ વેબ સાઇટ પર ઉપલબ્ધ છે. નોંધનીય છેકે તાજેતરમાં સરકારી હોસ્પિટલોમાં સ્ટાફ નર્સ ભરતી મામલો ગરમાયો હતો. કારણ કે કોવિડ-૧૯ના બીજા વેવમાં હોસ્પિટલોમાં સ્ટાફનર્સની ઘટ પડી હતી.

 

આ પણ વાંચો : valsad : ધાડપાડું ગેંગનો પર્દાફાશ, 4 આરોપીઓની ધરપકડ

આ પણ વાંચો : Ahmedabad: લોકો હવે પોતાના ઘરમાં પણ સલામત નથી! 4 લુંટારુઓએ ઘરમાં ઘૂસી સભ્યોને બનાવ્યા બંધક અને કરી ચોરી

Next Article