રેલવે વિભાગ પોતાના ક્ષેત્રને લઈને વિકાસ લક્ષી કામો કરી રહ્યું છે. જેનાથી ગુડ્સ ક્ષેત્રે અને મુસાફરી ક્ષેત્રે લોકોને લાભ મળે. ત્યારે આજ ક્ષેત્રે રેલવે વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રોજેકટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપતા રેલવે મંત્રીએ આજે તેને લઈને જાહેરાત કરી. જેમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે જાહેરાત કરી કે ગુજરાત અને મધ્યપ્રદેશના મળી 2200 કરોડના પ્રોજેકટ કરાશે. જેમાં સિંગલ લાઈનને ડબ્લિંગનું કામ કરવામાં આવશે. જેથી ટુરિઝમ સહિત ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે લોકોને લાભ મળે. તો રેલવેને આર્થિક લાભ પણ થાય.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરતા જણાવ્યું કે રાજકોટથી કાનાલુસની સિંગલ લાઈનનું ડબ્લિંગનું કામ શરૂ કરાશે. જે 111 કિલો મીટરમાં ડબ્લિંગનું કામ કરવામાં આવશે. જે ડબ્લિંગનું કામ થવાથી સંચાલન સારું બનશે તેવું પણ રેલવે મંત્રીએ જણાવ્યું. જે પ્રોજેકટ 3 વર્ષમાં 1080 કરોડ ના ખર્ચે પૂર્ણ કરવામાં આવશે. જેનાથી ટુરિઝમ અને ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે તેવું રેલવે વિભાગનું માનવું છે. જે રાજકોટ કાનાલુસ પ્રોજેકટમાં દેવભૂમિ દ્વારકા, સિક્કા, જામનગરનો સમાવેશ. જેનાથી આર્થિક ગતિવિધિ વધશે.
મહત્વનું છે કે રાજકોટ કાનાલુસ પર 157 ટકા કેપેસિટી સાથે ટ્રેન ચાલે છે. જ્યાં હાલ 10ની જગ્યા પર 6 ટ્રેન ચાલે છે પણ ડબ્લિંગ કામ થયા બાદ સંચાલન વધશે. અને લોકોને સુવિધા મળશે. હાલમાં રાજકોટ કાનાલુસ પર 30 પર પેસેન્જર અને 8 ગુડ્સ ટ્રેન ચાલે છે જે ડબ્લિંગ થયા બાદ સંખ્યા વધશે. અને લોકોને લાભ મળશે.
તો મધ્યપ્રદેશમાં નિમજ રતલામ લાઈન ડબ્લિંગ કામને મંજુરી આપવામાં આવી છે. જ્યાં 134 કિલો મીટરની સિંગલ લાઈનને ડબ્લિંગ કરાશે. જેનાથી ઇન્ડસ્ટ્રી સહિત ક્ષેત્રને ફાયદો થશે. જે 1096 કરોડનો પ્રોજેકટ છે. જેનાથી ટેક્સટાઇલ. સિમેન્ટ. ટુરિઝમ. ઉદ્યોગ. હેરિટેજ અને વાઈલ્ડ લાઇફ એરિયાને લાભ થશે તેવું રેલવે વિભાગનું માનવું છે. જે તમામ પ્રોજેકટ ભવિષ્યના સંચાલનનો વિચાર કરી પ્રોજેકટની જાહેરાત કરવામાં આવી છે.
તો રેલવે મંત્રીએ વધુમાં જણાવ્યું કે 2030 સુધી તમામ લાઈન ઇલેક્ટ્રિક સીટી લાઇન કરવામાં આવશે. રીંયુએબલ એનર્જીથી ટ્રેન ચલાવવામાં આવશે. સોલાર સિસ્ટમથી રેલવેને ચલાવાનો પ્રયાસ કરાશે.
તો સાથે જ રેલવે મંત્રીએ નવા પ્રોજેકટની કામ કરવાની રીત પણ જાહેર કરી. જેમાં મુસાફરોને સુવિધા આપવી. ટેકનોલોજીનો ઉપયોગ કરવો સમાવેશ થાય છે. મહત્વનું છે કે હાલ સુધી આઈટમ રેટ પ્રમાણે કામ થતું. પણ હવે નવી રીતથી કામ થશે. જેમાં Epc કોન્ટ્રકટથી કામ થશે તેવું રેલવે મંત્રી એ જણાવ્યું. જેમાં ડિઝાઇન સહિત તમામ બાબતો શરૂઆતથી નક્કી કરી epc કોન્ટ્રાકટ નક્કી કરી કામ શરૂ કરાશે તેવું જણાવ્યું.
હાલમાં રાજકોટ કાનાસુલ લાઈન પર મુસાફરોની સુવિધામાં 150 ટકા ઉપર કેપેસિટી સાથે ટ્રેન ચાલે છે. જેમાં 4 માંથી 2 ટ્રેન હાલ ચાલે છે જે ડબ્લિંગનું કામ થતા ટ્રેન વધશે અને લોકોને સુવિધા મળશે. સાથે ટેક્નોલોજીમાં નવા ભારતને જોડવા. સુવિધા આપવાનું આયોજન પણ છે. જેમાં નવી સુવિધા હશે. યુરોપ, જાપાન, સાઉથ કોરિયા માં ટ્રેન હશે તેવી ટ્રેનો હવે દોડશે તેવું પણ રેલવે મંત્રીએ જણાવ્યું.
મહત્વનું છે કે કોરોના દરમીયાન રેલવે વ્યવહાર બંધ પડી ગયો હતો. જે પ્રિ-કોવિડ પછી હાલ ટ્રેનો શરૂ થવા લાગી છે. જેમાં 70 ટકા ટ્રેન વ્યવહાર શરૂ કરી દેવાયો છે. તો જરૂર લાગે તેમ વ્યવહાર ચલાવવામાં આવી રહ્યો છે. તો સાથે જ રેલવે મંત્રીએ જેટલા રેલવેના કામ ડબ્લિંગ અને સોલાર અને ઇલેક્ટ્રિફિકેશન સહિત અન્ય કામ ચાલે છે તે ઝડપથી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું.
તો બુલેટ ટ્રેનને લઈને પણ રેલવે મંત્રીએ ખુલાસો કર્યો. જેમાં રેલવે મંત્રીએ જણાવ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ડિઝાઇન પર ધ્યાન આપવા આવે છે. ડિઝાઇન બની ગઈ છે. 50 પિલર બની ગયા છે. અને નવી રીત સાથે બુલેટ ટ્રેન પ્રોજેકટ બનશે તેવું પણ રેલવે મંત્રીએ જણાવ્યું. જેમાં રેલવે મંત્રીએ 2026 માં સુરતના બીલીમોરા ટ્રેક પર પહેલી બુલેટ ટ્રેન ચાલશે તેવું પમ નિવેદન વિડીયો કોન્ફરન્સમાં આપ્યું. તો મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનની સમસ્યા છે. તે દૂર કરીને કામગીરી કરાઈ રહી હોવાનું પણ જણાવ્યું.
રેલવે મંત્રીની આ વિડીયો કોન્ફરન્સમાં જોડાયેલા વેપારીઓ પણ સરકાર અને રેલવેના કામને આવકાર્યું અને સરાહના કરી. જેમાં રાજકોટ અને જામનગરના વેપારીઓ આ નિર્ણયને આવકાર્યો તેમજ ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે તેવું પણ વેપારીઓએ નિવેદન આપ્યું.