Ahmedabad : ઑમિક્રૉનને લઈને રેલવે વિભાગની તૈયારી, રેલવે વિભાગ ઉભા કરી રહ્યું છે ઑક્સિજન પ્લાન્ટ

|

Dec 13, 2021 | 2:49 PM

પહેલી લહેર અને બીજી લહેર વચ્ચે લોકોના હિતમાં અનેક ગાઈડ લાઈન બદલાઈ. જેમાં બીજી લહેરમાં દરેક હોસ્પિટલ કોરોના દર્દીને સારવાર આપી શકે તેવી જાહેરાત કરતા રેલવે એ તે તક ઝડપી અને રેલવે કર્મી માટે સારવારની સુવિધા શરૂ કરી.

Ahmedabad : ઑમિક્રૉનને લઈને રેલવે વિભાગની તૈયારી,  રેલવે વિભાગ ઉભા કરી રહ્યું છે ઑક્સિજન પ્લાન્ટ
ઑમિક્રૉનને લઇને રેલવે વિભાગની તૈયારી

Follow us on

ઑમિક્રૉનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને રાજ્ય સાથે દેશની ચિંતા વધારી છે. જે ચિંતન વાદળોને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે અને સુવિધા પણ ઉભી કરી રહી છે. ત્યારે રેલવે વિભાગ પણ તેમાંથી બાકાત નથી રહ્યું. કેમ કે રેલવે વિભાગ પણ વિવિધ શહેરમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરી રહ્યું છે. જેથી બીજી લહેર જેવી પરિસ્થિતિ ન સર્જાય અને ઓક્સિજનના અભાવને કારણે કોઈએ પણ મોતને ભેટવું ન પડે.

અમદાવાદમાં હોસ્પિટલ અને ઓક્સિજન પ્લાન્ટ બીજી લહેરથી ચાલુ છે. ત્યારે દાહોદમાં રેલવે વિભાગે શરૂ ર્ક્યો ઓક્સિજન પ્લાન્ટ એટલે અને ચાર મહાનગરમાં પ્લાન્ટ શરૂ કર્યા છે.

કોરોનામાં પહેલી લહેર અને બીજી લહેરે લોકોને ઘણી મહત્વની શીખ આપી છે. જે શીખ માંથી લોકો કઈંક શીખીને ત્રીજી લહેર માટે આગળ વધી રહ્યા છે. અને તેમાં પણ ઓમિક્રોન આવતા તંત્ર વધુ સતર્ક બનીને કામ કરી રહ્યું છે. જેમાં રેલવે વિભાગ પણ પોતાનું યોગદાન આપી રહ્યું છે. કેમ કે રેલવે વિભાગ એક બાદ એક વિવિધ શહેરમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપી રહ્યું છે. કેમ કે રેલવે વિભાગના અધિકારીનું માનવું છે કે બીજી લહેરમાં ઓક્સિજનની અછતથી લોકોએ જીવ ગુમાવ્યા તે ત્રીજી લહેર કે ઓમિક્રોનમાં જીવ ગુમાવવા ન પડે. અને લોકોની સાથે રેલવે કર્મચારીઓને જલ્દી અને સારી સારવાર મળી રહે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

પહેલી લહેર અને બીજી લહેર વચ્ચે લોકોના હિતમાં અનેક ગાઈડ લાઈન બદલાઈ. જેમાં બીજી લહેરમાં દરેક હોસ્પિટલ કોરોના દર્દીને સારવાર આપી શકે તેવી જાહેરાત કરતા રેલવે એ તે તક ઝડપી અને રેલવે કર્મી માટે સારવારની સુવિધા શરૂ કરી. જેના માટે સાબરમતીમાં આવેલ રેલવે કોલોનીમાં રેલવે ચિકિત્સાલ્ય પર રેલવે કર્મચારી માટે કોવિડ હોસ્પિટલ શરૂ કરી. જ્યાં બીજી લહેરમાં કુલ 159 લોકોને સારવાર અપાઈ. જેમાં 40 જેટલા લોકોના મોત થયા.

જેમાં મુખ્ય કારણ ઓક્સિજનનો અભાવ અને દર્દીની બગડતી હાલત હતી. જેથી અન્ય કોઈ કર્મચારી સાથે આવી ઘટના ન બને અને મોતને ભેટવું ન પડે તે માટે રેલવે વિભાગ આગવું આયોજન કર્યું. અને રેલવે ઓક્સિજન વિવિધ શહેરમાં પહોંચાડવા સાથે કોચમાં આઈસોલેશન વોર્ડ સહિત હોસ્પિટલો શરૂ કરી. સાથે જ સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરા રેલવે હોસ્પિટલ પર ઓકિસજન પ્લાન્ટ શરૂ કર્યા. તો તાજેતરમાં દાહોદ ખાતે રેલવેએ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કર્યો. જેથી દર્દી માટે ઓક્સિજનની અછત ન સર્જાય.

મહત્વનું છે કે પહેલી અને બીજી લહેર વચ્ચે અનેક રેલવે કર્મચારીઓ કોરોના સંક્રમિત બન્યા. જેમાં 3 હજાર જેટલા કર્મચારી મોતને ભેટ્યા. જે ખોટ રેલવે વિભાગ માટે અને ગંભીર બાબત છે. જે ખોટ વધુ ન સર્જાય માટે રેલવે વિભાવ એક બાદ એક ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરી રહ્યું છે. ત્યારે દરેક લોકો તૈયારી સાથે એ પણ પ્રાર્થના કરી રહ્યા છે કે ત્રીજી લહેર બીજી લહેર જેવી હાવી ન બને અને લોકોએ જીવ ગુમાવવા ન પડે.

Published On - 2:43 pm, Mon, 13 December 21

Next Article