Ahmedabad : અમદાવાદ કોર્પોરેશન (Ahmedabad Corporation) નવા હોદ્દેદારોને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. મેટ્રો સિટી અમદાવાદને આજે નવા મેયર મળી ગયા છે ત્યારે AMCના મેયર પ્રતિભા જૈન બન્યા છે. તો ડેપ્યુટી મેયર પદે જતીન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે દેવાંગ દાણીનું નામ જાહેર કરવામાં આવ્યુ છે. તમામ પદ પરના નામોને લઇને અનેક તર્ક વિતર્ક હતા. જો કે હવે આ તમામના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો- Banaskantha : વકીલને PSIની પરીક્ષા પાસ કરાવવાની લાલચ આપી છેતરપિંડી કરનાર સકંજામાં, જુઓ Video
પ્રતિભા જૈન રાજસ્થાની જૈન સમાજનો ચહેરો છે તેમજ વોર્ડ નંબર 16ના કોર્પોરેટર છે. તેઓ શાહીબાગમાં કોર્પોરેટર તરીકે ત્રીજી ટર્મમાં છે. તેઓ મહિલા-બાળ વિકાસ કમિટીના ચેરમેન પણ છે. તેઓ ભાજપના પાયાના મહિલા કાર્યકર છે. મહિલા મોરચામાં સક્રિય કામગીરી કરતા આવ્યા છે. સાથે જ તેઓ જૈન સમાજની સેવાકીય સંસ્થા સાથે સંકળાયેલા છે.
પ્રતિભા જૈનને રાજનીતિના બહોળા અનુભવનો લાભ મળ્યો છે. તો પક્ષ પ્રત્યેની વફાદારીને લઇને પણ પ્રતિભા જૈનને મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પ્રતિભાબેનને વર્ષોથી પાયાના કાર્યકર હોવાનો લાભ મળ્યો છે. સ્વચ્છ અને નિર્વિવાદીત છબીને પગલે તેમને આ તક આપવામાં આવી છે. તેઓ ભાજપના બાહોશ કાર્યકર છે સાથે જ જૈન સમાજમાં તેમનું આગવુ વર્ચસ્વ છે. સ્થાનિક વિસ્તારમાં પ્રતિભા જૈનનું વર્ચસ્વ જોવા મળે છે. આ બધા પાસાને લઇને તેમને મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
મ્યુનિના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 5 મહિલાઓને મેયર પદ મળી ચુકેલુ છે. 1995માં ભાવનાબેન દવે, 1999માં માલિનીબેન ભરતગીરી, 2003 અનીષાબેન મિરજા અને 2013માં મીનાક્ષીબેન પટેલ અને 2018 માં બિજલ પટેલ મેયર પદ પર રહી ચુક્યુ છે. ગુજરાતની સૌથી મોટી પાલિકા હોવાથી અમદાવાદના મેયર પદ પર કોન રહેશે તેના પર સૌની નજર છે.
જતીન પટેલની પક્ષમાં સિનિયર નેતા તરીકેની ઓળખ છે. તેઓ વડોદરા શહેરના ઘાટલોડિયા વોર્ડના કોર્પોરેટર છે. તેઓ ભાજપના સનિષ્ઠ અને પાયાના કાર્યકર છે. સાથે જ CM ભૂપેન્દ્ર પટેલના નજીકના કાર્યકર છે. તેઓ સતત ત્રણ ટર્મથી કોર્પોરેટર તરીકે ચૂંટાય છે
દેવાંગ દાણી બોડકદેવ વોર્ડના કાઉન્સિલર છે. તે વર્ષોથી ભાજપના પાયાના કાર્યકર છે. સાથે જ તેમના ટોચના નેતાઓ સાથે સારા સંબંધ છે. તેઓ ભાજપનો નિર્વિવાદીત અને સિનિયર ચહેરો છે.
Published On - 10:08 am, Mon, 11 September 23