અમદાવાદમાં સાબરમતી નદીમાં પ્રદુષણ મામલે અરવિંદ મિલ તરફથી કરાયેલી અરજીમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરાઈ હતી.હાઇકોર્ટે કોર્પોરેશનની પ્રદુષણ ફેલાવતા એકમો સામે થઈ રહેલી કામગીરીની નોંધ લીધી.હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે કોર્પોરેશન પ્રદુષણ ફેલાવતા એકમો સામે પગલાં લેવાનું ચાલુ રાખે.
અરવિંદ મિલ સહિત અન્ય ઔદ્યોગિક એકમોનું ટ્રેડ એફલૂઅન્ટ એસ.ટી.પી. સુધી ન જવું જોઈએ. હાલની પરિસ્થિતિ મુજબ આપણે નર્કાગાર તરફ જઈ રહ્યાં છીએ. કોર્પોરેશને એકમો દ્વારા છોડવામાં આવતા ટ્રેડ એફ્લૂઅન્ટના સેમ્પલ મુક્યા. જેમાં મર્ક્યુરી અને ક્લોરાઇડ પદાર્થ પણ મળી આવ્યો હોવાની કોર્પોરેશનના વકીલે રજૂઆત કરી છે. 131 કનેક્શન કપાઈ ગયા છે.
જ્યારે અરવિંદ મિલ તરફથી રજૂઆત કરવામાં આવી કે. અરવિંદ મિલનું પોતાનું એફ્લૂઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, અને પાણી ટ્રીટ થઈને વર્ષોથી ડ્રેનેજ કનેક્શનમાં છોડવામાં આવે છે.તેમજ મેગાલાઈનમાં કનેક્શન થઈ શકે એ શક્ય નથી.. જો કોર્પોરેશન દ્વારા કહેવાતું હોય કે થઈ શકે છે તો અમે કરવા તૈયાર છીએ. વધુ સુનાવણી 3 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. નોંધનીય છેકે સાબરમતી નદીમાં થઇ રહેલા પ્રદુષણ મામલે અનેકવાર હાઇકોર્ટે તંત્ર સામે લાલ આંખ કરી ચૂકી છે.
આ પણ વાંચો : પરાગ અગ્રવાલ ટ્વિટરના CEO બનતા આનંદ મહિન્દ્રાએ કહ્યું, ‘આ ભારતીય CEO વાયરસ છે અને તેની કોઈ રસી નથી’, વિશ્વની અનેક કંપનીમાં ભારતીય મૂળના CEO
Published On - 4:19 pm, Tue, 30 November 21