Ahmedabad : કાલુપુરમાં શંકાસ્પદ વ્યક્તિ ઘુસ્યો હોવાનો કોલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ, તપાસના અંતે ખોટો કોલ હોવાનું ખુલ્યું

|

Oct 21, 2021 | 3:14 PM

દિવાળી પહેલા શહેરમાં શંકાસ્પદ વ્યક્તિ હોવાના શહેર પોલીસ કંટ્રોલ રૂમને એક કોલ મળતાની સાથે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગયો હતો. કોલ મળતા શહેરના ચાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડતો થયો હતો.

દિવાળીના તહેવાર પહેલા જ અમદાવાદના કાલપુરમાં શંકાસ્પદ વ્યક્તિઓ ઘુસ્યા હોવાનો કોલ મળતા શહેરના ચાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડતો થઈ ગયો. કાલુપુર બ્રિજ પાસે મસ્જિદમાં શંકાસ્પદ વ્યક્તિઓ ઘુસ્યા હોવાનો શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો. આ કોલ મળતા જ સાત મસ્જિદમાં પોલીસે તપાસ કરી. શહેર કોટડાની રુકુન શહિદ, ફાતિમા, સુલેમાની, માધપુરામાં પીર હેબતપુર, દરિયાપુર અને કાલપુરમાં આવેલી મસ્જિદોમાં તપાસ કરવામાં આવી. તપાસના અંતે પોલીસને કોઈ જ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ મળી આવ્યા નથી. તપાસમાં કંઈ મળી ન આવતા કંટ્રોલ રૂમમાં ફોન કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

દિવાળી પહેલા શહેરમાં શંકાસ્પદ વ્યક્તિ હોવાના શહેર પોલીસ કંટ્રોલ રૂમને એક કોલ મળતાની સાથે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગયો હતો. કોલ મળતા શહેરના ચાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડતો થયો હતો. જેમાં કાલુપુર બ્રિજ પાસે મસ્જિદમાં શંકાસ્પદ વ્યક્તિઓ ઘુસી આવ્યા હોવાનો કોલ મળ્યો હતો. જેથી પોલીસ આ સ્થળે તાબડતોબ પહોંચી હતી. આ સિવાય શહેરની વિવિધ સાત જેટલી મસ્જિદોમાં તપાસ આરંભવામાં આવી હતી. જોકે આ તપાસના અંતે પોલીસના હાથે કંઇ લાગ્યું નહતું.

આ કોલને પગલે પોલીસે શહેરકોટડામાં રુકુન શહિદ. ફાતિમા અને સુલેમાની મસ્જિદમાં, તો માધુપુરામાં પીર હેબતપુર મસ્જિદમાં, માધવપુરા, દરિયાપુર કાલુપુર, શહેરકોટડા વિસ્તારમાં મસ્જિદોમાં ચેકીંગ કરાયું હતું. જેમાં કોલ ખોટો હોવાનું પુરવાર થયું હતું. જેથી પોલીસે શહેરીજનોને ખોટા મેસેજ અને કોલ ન કરવા વિનંતી કરી છે.

 

Next Video