અમદાવાદ : કોરોનાના કેસો વધતા પોલીસ વિભાગ એકશનમાં, માસ્ક ન પહેરતા લોકો સામે કાર્યવાહી

|

Nov 13, 2021 | 6:17 PM

અમદાવાદમાં દિવાળી બાદ કોરોનાના કેસ વધતાં પોલીસ વિભાગ એક્શનમાં આવી ગયું છે. શહેરમાં જુદા-જુદા સ્થળો પર માસ્ક ડ્રાઈવ યોજવામાં આવી છે. શાહીબાગ વિસ્તારમાં પણ ઘેરાવ સર્કલ પાસે પોલીસે ડ્રાઈવ યોજી છે.

અમદાવાદમાં દિવાળી બાદ કોરોનાના કેસ વધતાં પોલીસ વિભાગ એક્શનમાં આવી ગયું છે. શહેરમાં જુદા-જુદા સ્થળો પર માસ્ક ડ્રાઈવ યોજવામાં આવી છે. શાહીબાગ વિસ્તારમાં પણ ઘેરાવ સર્કલ પાસે પોલીસે ડ્રાઈવ યોજી છે. જ્યાં રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોએ માસ્ક ન પહેર્યું હોય તો દંડ કરવામાં આવે છે. શાહીબાગ પોલીસનું કહેવું છે કે મોટાભાગના લોકો માસ્ક પહેરતા હોય છે. દિવસના 10 જેટલા લોકો સામે દંડનીય કાર્યવાહી થાય છે. પોલીસે લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે.

લોકોની બેદરકારી, કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ ?

અમદાવાદમાં દિવાળી બાદ પણ બજારોમાં ભીડ યથાવત રહી છે. દિવાળી પછી અમદાવાદ સહિતના ગુજરાતના અનેક શહેરોમાં ધીમેધીમે કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. જે એક ચિંતાનો માહોલ જન્માવે છે. ત્યારે અમદાવાદ શહેરમાં હજુપણ દિવાળીનો તહેવાર વિતી ગયો હોવા છતા લોકો ખરીદી કરવા ઉમટી રહ્યાં છે. અને, આ ભીડ દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટસિંગનો સંદતર અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોની આ બેદરકારી આગામી સમયમાં ગંભીર પરિણામો નોતરી શકે છે તેવા એંધાણ દેખાઇ રહ્યા છે. લોકોની આ બેદરકારી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપવા પુરતી હોવાનું લાગી રહ્યું છે.

આ પણ વાંચો : Sports Awards 2021: નીરજ ચોપરા, મનપ્રીત સિંહ, મિતાલી રાજને મળ્યો Khel Ratna Award

આ પણ વાંચો : Health : એસીડીટી અને નબળાઈ દૂર કરવા ડાયટિશિયન દ્વારા જણાવવામાં આવેલ એક અનોખો ઘરેલુ ઉપાય

Published On - 6:14 pm, Sat, 13 November 21

Next Video