Plane Crashe Exclusive Video: અમદાવાદમાં થયેલ પ્લેનક્રેશનો એક્સક્લુઝિવ વીડિયો આવ્યો સામે
અમદાવાદમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદમાં મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક લંડન જતી ફ્લાઈટનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ છે. હવે આ ઘટનાનો Xclusive Video સામે આવ્યો છે.
અમદાવાદમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદમાં મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક લંડન જતી ફ્લાઈટનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ છે. હવે આ ઘટનાનો Exclusive Video સામે આવ્યો છે. આ વાયરલ થયેલો વીડિયો છેે જે સતત સામે આવી રહ્યો છે.
242 લોકો સવાર હોવાની વિગતો
મળતી માહિતી મુજબ પ્લેનમાં 242 લોકો સવાર હોવાની વિગતો સામે આવી છે. પ્લેન ક્રેશ થતા અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. ત્યારે હવે સામે આવેલો આ વીડિયો જોઈ શકો છે કે પ્લેન પસાર થઈ રહ્યું છે. જે બાદ તે પ્લેનનો પાછળનો ભાવ ઝાડ સાથે ટકરાતા પ્લેન ત્યાંનું ત્યાં ક્રેસ થઈ જાય છે. અહીં પ્લેન ક્રેશ થતા ધુમાડાના ઘોટેઘોટા થતા દેખાઈ રહ્યા છે.
વિમાન દુર્ઘટનામાં ભારે નુકસાન
આ અકસ્માત અમદાવાદ હોર્સ કેમ્પ નજીક થયો હતો. આ વિસ્તાર સિવિલ હોસ્પિટલની નજીક છે. વિમાન દુર્ઘટનામાં ભારે નુકસાન થયું છે. રાજ્ય પોલીસ કંટ્રોલ રૂમે અકસ્માતની પુષ્ટિ કરી છે. જે વિમાન ક્રેશ થયું છે તેનો નંબર AI171 છે. અમદાવાદના મેઘાણી નગર વિસ્તાર ઉપર બપોરે 1.30 વાગ્યે વિમાન ક્રેશ થયું હતું.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ વિમાનમાં સવાર હતા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ડીજીપી સાથે વાત કરી છે. તેમણે વિમાન દુર્ઘટના અંગે પ્રાથમિક માહિતી લીધી છે. અમિત શાહે શક્ય તમામ મદદની ખાતરી આપી છે. NSG ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિમાનમાં સવાર હતા.