Ahmedabad : બજારમાં આડેધડ વાહન પાર્ક કરતા લોકો ચેતી જજો, ટ્રાફિક નિયમો મામલે પોલીસની ખાસ ઝુંબેશ

|

Oct 29, 2021 | 1:18 PM

અમદાવાદના મુખ્ય બજારોમાં ટ્રાફિકની અડચણ ન થાય તે માટે પોલીસે ઝૂંબેશ હાથ ધરી છે. તહેવારો સમયે સીટ બેલ્ટ, હેલમેટ કે ચાર રસ્તે ટ્રાફિકના નિયમો તોડતા લોકો પર 2300 જેટલા CCTV કેમેરા થકી ચાંપતી નજર રખાશે. 

અમદાવાદમાં તહેવારોની ખરીદી સમયે બજારમાં આડેધડ વાહન પાર્ક કરતા લોકો ખાસ સાચવજો. અમદાવાદના મુખ્ય બજારોમાં ટ્રાફિકની અડચણ ન થાય તે માટે પોલીસે ઝૂંબેશ હાથ ધરી છે. તહેવારો સમયે સીટ બેલ્ટ, હેલમેટ કે ચાર રસ્તે ટ્રાફિકના નિયમો તોડતા લોકો પર 2300 જેટલા CCTV કેમેરા થકી ચાંપતી નજર રખાશે.  તો ફૂલ સ્પીડમાં વાહન દોડાવતા લોકોને ઝડપી પાડવા 5 સ્પીડગન અને ઈન્ટરસેપ્ટર વાન પણ વ્યૂહાત્મક સ્થળોએ તૈનાત રખાશે. અમદાવાદમાં તહેવારોમાં ટ્રાફિકના સરળ સંચાલન માટે 2 DCP, 5 ACP, 2293 ટ્રાફિક કર્મચારી તૈનાત રહેશે. આ ઉપરાંત 1800 TRB જવાન અને 253 હોમગાર્ડની મદદ લેવાશે.

કોરોનાને લઇને પણ રખાશે સાવચેતી

દિવાળીમાં ભીડના કારણે કોરોના વધુ ફેલાય નહીં તે માટે સરકારે તમામ તકેદારીઓ સાથે પોલીસને પણ સાબદી કરી છે. તહેવારોમાં વેપારી-ગ્રાહકોએ રસીના બન્ને ડોઝનું સર્ટિફિકેટ સાથે રાખવું પડશે. આતંકી હુમલાની દહેશતને લઈ ભીડભાડવાળા વિસ્તાર, મોલમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે. પોલીસે શહેરમાં સઘન ચેકિંગની સાથે જ મોલના સંચાલકો, ખાનગી સિક્યુરિટીના મેનેજરો, આંગડીયા પેઢીના માલિકો સાથે બેઠકો યોજી. વેપારીઓ અને ગ્રાહકોને તાકીદ કરવામાં આવી છે કે, કોરોનાની બન્ને રસીના ડોઝ લીધાના સર્ટિફિકેટ ફરજિયાત સાથે રાખવાના રહેશે. આ ઉપરાંત લાલદરવાજા, રિલીફ રોડ, પાનકોરનાકા, સી.જી.રોડ અને મણિનગર જેવી ભીડભાડવાળા વિસ્તારમાં ધંધો કરતા વેપારીઓનું પોલીસ સરપ્રાઈઝ ચેકિંગ કરશે.

આ પણ વાંચો : T20 World Cup: ડેવિડ વોર્નર મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ની માફક જ ઠંડા પીણાની બોટલને હટાવી દીધી, અને કહ્યુ આમ, જુઓ વિડીયો

Next Video