અમદાવાદ : મહેસૂલ પ્રધાનના નિવેદન મામલે લારીગલ્લા-પાથરણા સંઘમાં રોષ, પ્લે કાર્ડ બતાવી વિરોધ દર્શાવ્યો

શુક્રવારે રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) એ એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્યમાં રસ્તા પર ઉભી રહેતી ઈંડા અને નોન-વેજની લારીઓ ટેમ્પરરી લેન્ડ ગ્રેબિંગ (Land Grabbing)સમાન છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 7:05 PM

મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ ફૂટપાથ પર ધંધો કરનારને ભૂમાફિયા સાથે સરખાવતા લારી ગલ્લા પાથરણા સંઘ રોષે ભરાયું છે. અમદાવાદમાં આજે લારી-ગલ્લા અને પાથરણા સંઘે કલેક્ટર કચેરી ખાતે પ્લે કાર્ડ બતાવી વિરોધ વ્યક્ત કર્યો. અને રાજ્ય પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી માફી માગે તેવી માગણી કરી.

નોંધનીય છેકે શુક્રવારે રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (Rajendra Trivedi) એ એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, રાજ્યમાં રસ્તા પર ઉભી રહેતી ઈંડા અને નોન-વેજની લારીઓ ટેમ્પરરી લેન્ડ ગ્રેબિંગ (Land Grabbing)સમાન છે. કચ્છમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે, આ એક લાંબા ગાળાનો પ્રશ્ન છે. રસ્તામાં ગમે ત્યાં ઊભા રહીને ધંધો કરે એ ન ચાલે. દુકાન લઈને ધંધો કરે. કચ્છમાં કાર્યક્રમ દરમિયાન મહેસૂલ મંત્રીએ વડોદરા અને રાજકોટમાં જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓને જાહેરમાં વેચાણ નહિ કરવા માટે મ્યુનિસિપાલિટીના પગલાંની પ્રસંશા કરી હતી અને એના માટે સખત પગલાની હિમાયત પણ કરી હતી.

રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે ફૂટપાથ રાહદારીઓ માટે છે અને તેના પર કોઈ અતિક્રમણ કરી શકાય નહીં. ફૂટપાથ પર લારીઓ મૂકવી એ પોતે જ એક પ્રકારની જમીન હડપ કરવાની વાત છે. જેઓ કોઈપણ પ્રકારનું સ્ટ્રીટ ફૂડ, વેજ, નોન વેજ બનાવે છે, તેમાંથી નીકળતા ધુમાડા અને મસાલાના કારણે પસાર થતા લોકોને મુશ્કેલી પડે છે, આંખોમાં બળતરા થાય છે. આવા આદેશો બદલ રાજકોટ અને વડોદરાના મેયરોનો આભાર, તેઓ અભિનંદનને પાત્ર છે.

Follow Us:
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">