Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં સોમવારથી સાંજની ઓ.પી.ડી ફરી શરૂ થશે

|

Sep 04, 2021 | 12:59 PM

કોરોનાની બીજી લહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઘસારો જોવા મળતા સાંજની ઓ.પી.ડી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે સોમવારથી સવારની સાથોસાથ જ સાંજની ઓપીડી પણ દર્દીઓ માટે કાર્યરત રહેશે.

Ahmedabad : સિવિલ હોસ્પિટલમાં સોમવારથી સાંજની ઓ.પી.ડી ફરી શરૂ થશે
Ahmedabad: OPD will resume from Monday evening at Civil Hospital

Follow us on

કોરોનાની પરિસ્થિતિ કાબુમાં આવતા સિવિલ હોસ્પિટલ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ શહેરમાં મચ્છરજન્ય રોગચાળા ડેન્ગ્યુ, મેલેરીયા અને ચિકનગુનિયાએ ભરડો લીધો છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ત્યારે હવે સિવિલ હોસ્પિટલમાં સોમવારથી ફરીથી સાંજની ઓપીડી શરૂ કરવામાં આવશે. કોરોના કાળમાં સિવિલ હોસ્પિટલમાં સવારે 9થી 1 વાગ્યાની ઓપીડી દર્દીઓની સ્વાસ્થ્ય સુવિધાઓ માટે કાર્યરત હતી.

જે હવેથી બપોરે 2થી 4 દરમિયાન પણ દર્દીઓની સારવાર અર્થે કાર્યરત રહેશે. કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવતા અમદાવાદ સિવિલ હોસ્પીટલ દ્વારા દર્દીઓ માટે જનહિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. દર્દીઓની સારવાર માટે હવે સવારની ઓ.પી.ડી. ની સાથે સાથે સાંજની ઓપીડી પણ સોમવારથી બપોરે 2 થી 4 કલાકે પૂર્વવત કાર્યરત કરવામાં આવશે.

આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે અમારી સિવિલ હોસ્પિટલમાં રાજ્ય અને દેશભરમાંથી દર્દીઓ સારવાર અર્થે ઓ.પી.ડી.ની મુલાકાત લેતા હોય છે. અમારા ત્યાં દર મહિને અંદાજે 90 હજારથી વધુ ઓપીડીની સંખ્યા રહેતી હોય છે. સામાન્ય રીતે સવારે 9 થી 1 અને બપોરે 2થી 4ના સમયગાળામાં દર્દીની સારવાર અને તપાસ માટે ઓપીડી કાર્યરત રહે છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

કોરોનાની બીજી લહેરમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઘસારો જોવા મળતા સાંજની ઓ.પી.ડી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે સોમવારથી સવારની સાથોસાથ જ સાંજની ઓપીડી પણ દર્દીઓ માટે કાર્યરત રહેશે. સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે 10 લાખથી વધુ દર્દીઓ ઓ.પી.ડી. નો લાભ મેળવે છે.

વિશ્વભરમાં વ્યાપેલી કોરોના મહામારીના કારણે ઘણા લોકોને હાલાકી ભોગવવી પડી છે.

સમગ્ર વિશ્વમાં જ્યારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા હતા. ત્યારે પરિસ્થિતિને ધ્યાને લઇને મેડીકલ ક્ષેત્રે ઘણા પરિવર્તન હાથ ધરવામાં આવ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સમગ્ર દેશભરમાંથી મોટાપ્રમાણમાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. દેશ પર એકાએક આવી પડેલી મહામારીને ધ્યાને લઇને સિવિલ હોસ્પિટલમાં કોરોનાકાળમાં સાંજની ઓપીડી બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

મેડિકલ, પેરામેડિકલના મોટાભાગના કર્મીઓ કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા સુશ્રુષામાં હોઈ અને કોરોના સંક્રમણ ને ધ્યાનમાં લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આ નિર્ણય હાથ ધરવામાં આવ્યો હતો. જેને ધ્યાને લઇને સોમવારથી અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં સંધ્યા ઓ.પી.ડી. ફરી વખત શરૂ કરવામાં આવી રહી છે. દર્દીઓને ત્વરિત અને સચોટ સારવાર મળી રહે તે હેતુસર વિવિધ પ્રકારના રોગોની સંધ્યા ઓ.પી.ડી દર્દીઓને લાભદાયક નીવડશે.

Next Article