Ahmedabad : નાઈટ કર્ફ્યુનો સમય 8 થી 6 કરતા ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી પર અસર

|

Apr 10, 2021 | 4:29 PM

Ahmedabad : એપ્રિલ, મેં અને જૂન મહિનો લગ્ન સિઝનનો મહિનો છે. જોકે વધતા કોરોના કેસ સામે રાત્રી કરફ્યુ રાત્રે 8 થી સવારે 6 વાગ્યાનું કરતા ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને તેની મોટી અસર પડી છે.

Ahmedabad : નાઈટ કર્ફ્યુનો સમય 8 થી 6 કરતા ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી પર અસર

Follow us on

Ahmedabad : એપ્રિલ, મેં અને જૂન મહિનો લગ્ન સિઝનનો મહિનો છે. જોકે વધતા કોરોના કેસ સામે રાત્રી કરફ્યુ રાત્રે 8 થી સવારે 6 વાગ્યાનું કરતા ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને તેની મોટી અસર પડી છે. જેને લઈને આજે કુબેરનગર ખાતે આવા કેટલાક લોકોએ ભેગા મળી સરકારને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી બાબતે વિચારવા રજુઆત કરી. કેમ કે શહેર માં 5 હજાર ઉપર પાર્ટી પ્લોટ ધારકો સહિત અઢી લાખ લોકો ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે જે તમામને આની અસર પડી છે.

એપ્રિલ, મેં અને જૂન લગ્ન પ્રસંગનો મહિનો હોવાથી રાત્રી કરફ્યુ 8 વાગ્યા થી કરતા પ્રસંગ રદ થવા લાગ્યાના આક્ષેપ આયોજકોએ કર્યા છે. જેના કારણે પરિસ્થિતિ એવી થઈ છે કે પ્રસંગ કેન્સલ થતા સામે કરેલ ખર્ચથી ઇવેન્ટ કરનારા ને અસર. ખર્ચ ઉઠાવવો પડ્યો છે તો બુકીંગના રૂપિયા પણ પરત આપવાનો વારો આવ્યો છે. જેથી તેમનો ખર્ચ અને કારીગરોનો ખર્ચ અને પગાર કઈ રીતે કાઢવો તે પ્રશ્ન સર્જાયો છે. ઘર કઈ રીતે ચલાવવું તે પ્રશ્ન સર્જાયો છે. તો ટેક્ષ બાબતે પણ આયોજકોએ છૂટછાટની માંગ કરી છે. જેથી થોડી રાહત મળે. સાથે જ કરફ્યુ સમય 11 વાગ્યાનો કરાય અથવા લગ્ન પ્રસંગ માટે છૂટ અપાય તો અસર ઓછી કરી શકાય તેવી પણ આયોજકની માંગ છે.

Published On - 4:26 pm, Sat, 10 April 21

Next Article