પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, જેમાં નવસારી અને સુરત જિલ્લામાં જમીન સંપાદન થઇ ચૂક્યું છે. તેમજ ઝડપથી નવસારીથી બીલીમોરા સુધી ટ્રાયલ રનની કામગીરી કરવાની દિશામાં રેલવે મંત્રાલય કામગીરી શરૂ કરી છે
દેશના નેશનલ હાઈ સ્પીડ રેલ્વે કોર્પોરેશન દ્વારા અમદાવાદ થી મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આકાર લેવા જઈ રહ્યો છે જેમાં 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે એવી બુલેટ ટ્રેન ની કામગીરી શરૂ થઈ ગઈ છે. જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઇ છે ખેડૂતોને એક વીઘા દીઠ 92 લાખ રૂપિયા જેટલી મોટી રકમ આપીને રેલ્વે કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.
રેલવે વિભાગે હેન્ડ રિંગ કરી સંપાદિત વિસ્તારોમાં રેલવેના ઘડો મૂકવાની કામગીરી શરૂ કરી છે ટ્રેન વહેલામાં વહેલી શરૂ થાય એને ધ્યાને રાખીને કામગીરી શરૂ કરવામાં આવી છે મહત્વનું છે કે 27 ગામોની 400 થી વધુ એકર જમીન સંપાદિત થઈ છે
I congratulate everyone involved in creating this unique benchmark in our nation building spearheaded by Hon’ble PM Shri @narendramodi ji.
(2/2) pic.twitter.com/DFVdo0CLFf
— Darshana Jardosh (@DarshanaJardosh) November 1, 2021
રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે આજે નવસારી કાસ્ટિંગ યાર્ડ માં મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ્વે યોજના માટે વધુ એક ફુલ સ્પાન પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રીટ (PSC) બોક્સ ગર્ડરના કાસ્ટિંગનું ઉદ્ઘાટન કર્યું હતુ. જેમાં ગત મહિને 28 ઓક્ટોબરે ગુજરાતના આણંદમાં કાસ્ટિંગ યાર્ડ ખાતે પ્રથમ ફુલ સ્પાન ગર્ડરનું કાસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વહેલો પૂર્ણ થાય એને ધ્યાને રાખી રેલ મંત્રાલય કામે લાગ્યું છે કેન્દ્રના રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ નવસારીના નસીરપુર ગામે બુલેટ ટ્રેનનો પહેલો ગર્ડર મુકવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું વિવિધ ડિઝાઇન વાળા રેલ્વે સ્ટેશનો બનાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. સાબરમતી થી નીકળી મુંબઈના બાંદ્રા સુધી દોડનાર હાઈ સ્પીડ બુલેટ ટ્રેન માં 12 જેટલા સ્ટોપેજ આપવામાં આવ્યા છે
અમદાવાદ – મુંબઈ બુલેટ ટ્રેનના સ્ટોપેજ
અમદાવાદ
આણંદ
વડોદરા
ભરૂચ
સુરત
બીલીમોરા
વાપી
બોઇસર
વિરાર
થાણે
બાંદ્રા
બુલેટ ટ્રેનની વિશેષતાઓ
1 508 કિમિ લાંબો માર્ગ
2 .સ્ટેશનો .. 12
3 .. 1 કલાક 58 મિનિટ માં અમદાવાદ થી મુંબઈ
4 .. 320 કિમિ પ્રતિ કલાક સ્પીડ
દેશની પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન ગુજરાતના અમદાવાદથી મુંબઇ વચ્ચે દોડનાર છે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ હોવાનું માનવામાં આવે છે નવસારી જિલ્લામાં રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે ગર્ડર મુકવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું છે અને ઓગસ્ટ 2022 સુધીમાં ટ્રાયલ રન થઇ શકે એ ઝડપે કામગીરી શરૂ કરવામાં આવી છે ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ અન્ય રાજ્યોમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધારવા કેન્દ્ર સરકાર આયોજનમાં જોતરાયું છે.
આ પણ વાંચો : સુરત : દિવાળીમાં વતન જતા મુસાફરોની સંખ્યામાં વધારો, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર ભીડ
Published On - 4:41 pm, Mon, 1 November 21