Ahmedabad: ધર્મની બહેન બનાવી તેની પુત્રી પર નજર બગાડી, સંબંધી બનીને વારંવાર દુષ્કર્મ આચરનાર પકડાયો

|

Jan 24, 2022 | 4:17 PM

ગોમતીપુર પોલીસે એક દુષ્કર્મ કેસમાં એવા આરોપીની ધરપકડ કરી કે જેણે પહેલા એક મહિલાને બહેન બનાવી અને બાદમાં તે જ બહેનની દીકરી સાથે સબંધ કેળવી અવાર નવાર દુષ્કર્મ આચર્યું. જે શખ્સની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

Ahmedabad: ધર્મની બહેન બનાવી તેની પુત્રી પર નજર બગાડી, સંબંધી બનીને વારંવાર દુષ્કર્મ આચરનાર પકડાયો
Arrest of rapist on sister's daughter

Follow us on

ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે એક મહિલાએ ફરિયાદ કરી હતી કે તે જે હોસ્પિટલમાં નોકરી કરે છે ત્યાં નોકરી કરતી મહિલા સાથે તેને ઓળખાણ થઈ અને વાત ચીત થતી. બાદમાં તે મહિલાના પતિએ તેને બહેન બનાવી અને વાતચીત કરવા લાગ્યો અને ઘરે આવવા લાગ્યો. જેમાં રાહીલએ તેણે બહેન બનાવેલ ફરિયાદી મહિલાની દિકરી સાથે ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક સાધ્યો અને બને વચ્ચે પ્રેમ સંબંધ શરૂ થયો.

પણ વાત ત્યાં ન અટકી રાહીલ તેણે બહેન બનાવેલ મહિલાની દીકરી સાથે પ્રેમ સંબંધ બાંધી દીકરી સાથે શારીરિક સંબંધ પણ બાંધવા લાગ્યો. ત્યારે દીકરી સગીર ઉંમરની હતી. જે સમગ્ર તરક્ત લગ્ન કરવાની લાલચ આપી શરૂ કર્યાનું સામે આવ્યું. જોકે રાહીલની વધુ સમય ન ચાલી અને તેની સામે ફરિયાદ થતા પોલીસે તેને ઝડપી જેલ હવાલે કર્યો.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે રાહીલ બે વર્ષ પહેલાં તેઓના સંપર્કમાં આવ્યો. જેમાં રાહીલ તેણે બનાવેલ બહેન ની દીકરી સાથે ઇન્સ્ટાગ્રામમાં પર વાત કરતો. જોકે આ બાબતની દીકરીના પિતાને જ્યારે બને મણિનગર મળવા ભેગા થવાના હતા ત્યારે ખબર પડતાં મળવા બંધ કર્યું અને મોબાઈલ પર વાતો શરૂ રહી. જેથી પિતાએ દીકરી પાસેથી મોબાઈલ લઈ લીધો. અને સંપર્ક તોડવા કહી દીધું. પણ પ્રેમ પ્રકરણ આગળ વધ્યું. અને તેમાં રાહીલએ તેની પ્રેમિકાને મોબાઈલ પણ વાતચીત કરવા માટે લાવી આપ્યો. જોકે જ્યારે જ્યારે લગ્ન કરવાની વાત નીકળતી ત્યારે રાહીલ વાત ફેરવી દેતો હતો.

જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું

જોકે બાદમાં સગીરાએ તેના લગ્નની વાત ચાલી રહી છે તેમ જણાવી વાત કરવાનું કહેતા તેના સબંધની જાણ કરી દેશે તેવી ધમકી આપી માત્ર રિલેશન રાખવાનું કહેતો. જેથી સગીરાએ રાહીલ સાથે વાત કરવાનું બંધ કરતા તેને હેરાન કરવાનું શરૂ કર્યું તેમજ ઝગડા કરતો ગાળાગાળી કરતો. જેથી સગીરાએ કંટાળી તેના પિતાને જાણ કરતા સમગ્ર મામલો સામે આવ્યો અને પોલીસ ફરિયાદ કરતા આખરે રાહીલને પોલીસે ઝડપી કાર્યવાહી કરી. જે કાર્યવાહીમાં સામે આવ્યું કે આરોપી રાહીલ સગીરાને તેના મિત્ર અને ગેસ્ટ હાઉસ સહિત વિવિધ સ્થળે લઇ જઈને દુષ્કર્મ (Mischief) આચર્યું છે.

હાલ તો પોલીસ (police) રાહીલની ધરપકડ (arrested) કરી લીધી છે. તો સાથે જ આરોપીના કોરોના રિપોર્ટ કરાવી આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. ત્યારે આ કિસ્સા પરથી અન્ય લોકોએ પણ કઈંક શીખ લેવા તેમજ અજાણી વ્યક્તિ સાથે સબંધ કેળવતા પહેલા લાખ વાર વિચારવાની હાલના સમયમાં જરૂર હોય તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચોઃ હાય રે દુનિયા !!! ભુજની અદાણી સંચાલિત હોસ્પિટલમાં બિમારીથી એક મહિલા મૃત્યુ પામી, પણ મૃતદેહ લેવા કોઇ આવતુ નથી

આ પણ વાંચોઃ Ahmedabad: સતત બીજા દિવસે બાટલો લીક થવાથી આગ લાગવાની ઘટના, 3 વર્ષનું બાળ ભડથું થઈ ગયું

Next Article