Ahmedabad: કોવિડ-19ની સારવાર માટે તબીબી પરિક્ષણ કરાયેલી ભારતની સૌ-પ્રથમ આયુર્વેદિક દવા આયુધ એડવાન્સ લોન્ચ કરાઈ

Ahmedabad: હોસ્પિટલમાં કરાયેલા પરિક્ષણ દરમિયાન આ ‘મેક ઈન ઈન્ડિયા’ સીરપથી કોવિડ-19ના દર્દીઓમાં ચાર દિવસમાં જ વાયરસની સંખ્યામાં ઝડપી અને અસરકારક રીતે ઘટી હોવાનું પુરવાર થયુ હોવાનો દાવો કરાયો છે.

Ahmedabad: કોવિડ-19ની સારવાર માટે તબીબી પરિક્ષણ કરાયેલી ભારતની સૌ-પ્રથમ આયુર્વેદિક દવા આયુધ એડવાન્સ લોન્ચ કરાઈ
કોવિડ સારવાર માટે આયુધ દવા લોન્ચ
| Edited By: | Updated on: Apr 16, 2021 | 6:23 PM

Ahmedabad: હોસ્પિટલમાં કરાયેલા પરિક્ષણ દરમિયાન આ ‘મેક ઈન ઈન્ડિયા’ સીરપથી કોવિડ-19ના દર્દીઓમાં ચાર દિવસમાં જ વાયરસની સંખ્યામાં ઝડપી અને અસરકારક રીતે ઘટી હોવાનું પુરવાર થયુ હોવાનો દાવો કરાયો છે.

‘આયુધ એડવાન્સ ’એ એક છોડ આધારિત પ્રવાહી ફોર્મ્યુલેશન છે. જેને ક્વોન્ટમ ઈલેક્ટ્રો-મિકેનિકલ ફિઝિક્સની મદદથી તૈયાર કરાયું છે. અને તે કોઈ પણ આડઅસર રહિત અને સલામત છે. વ્યાપક સંશોધન અને સઘન માનવીય તબીબી પરિક્ષણમાં કોવિડ-19ના દર્દીઓ, કોઈ પણ આડઅસર વગર અથવા ડ્ર્ગ-ટુ-ડ્રગ રિએક્શન અથવા વિપરીત અસર વગર એક સપ્તાહની અંદર સંક્રમણમાંથી મુક્ત થતાં હોવાનું જણાયું છે.

અગ્રણી તબીબી પ્રકાશન ગૃહ એલ્સવીયરે પણ આયુધ એડવાન્સને માન્યતા આપવાની સાથે સાથે જ તેની અસરકારકતા વિશે નોંધ પ્રકાશિત કરી છે. આયુધ એડવાન્સના ઉપયોગ માટે હજારો ડોક્ટર્સ દ્વારા ભલામણ કરાઈ રહી છે અને 50,000થી વધુ દર્દીઓની સફળ સારવારમાં તે અસરકારક નિવડી હોવાનું મનાઇ રહ્યું છે. જે આયુધ એડવાન્સનું સેવન કરનાર કોવિડ-19ના તમામ દર્દીઓ સફળતાપૂર્વક સ્વસ્થ થયા હોવાનો દાવો છે.

કોવિડ-19ની બીજી લહેર સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહી છે, ત્યારે આ મહામારીનો ભોગ બનતાં દર્દીઓને અસરકારક સારવાર પૂરી પાડવાની દિશામાં તમામ લોકો નોંધપાત્ર ફાળો આપી રહ્યા છે. તેવામાં છોડ આધારિત પ્રવાહી ફોર્મ્યુલેશન ‘આયુધ એડવાન્સ’, અમદાવાદની બે સરકારી હોસ્પિટલમાં હાથ ધરાયેલી એક નહીં પરંતુ બે સઘન હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ્સમાં અત્યંત અસરકારક અને સલામત હોવાનું પુરવાર થયું છે. આયુધ એડવાન્સ ની મદદથી અપાયેલી ચાર દિવસની સારવાર બાદ દર્દીઓમાં વાયરસની સંખ્યામાં નોઁધપાત્ર ઘટાડો થયો હોવા ઉપરાંત તેમને કોઈ આડઅસર પણ થઈ ન હોવાનું સામે આવ્યું. આયુધ એડવાન્સ દ્વારા જે દર્દીઓની સારવાર કરાઈ હતી તે તમામ દર્દીઓ પુનઃ સ્વસ્થ (કોવિડ નેગેટિવ આવ્યા) થયા હતાં અને શરીરના તાપમાન, કફ અને શ્વાચ્છોશ્વાસની તકલીફ જેવી સમસ્યામાં પણ નોંધપાત્ર સુધારો થયો હોવાનું જણાયું હતું.

વિશ્વની અગ્રણી સાયન્સ અને હેલ્થ ઈન્ફર્મેશન પબ્લિશર એલ્સવિયર દ્વારા પ્રકાશિત જર્નલ કન્ટેમ્પરરી ક્લિનિકલ ટ્રાયલ્સ કમ્યુનિકેશન્સ દ્વારા તાજેતરમાં જાહેર કરાયું હતું કે કોવિડ-19ના દર્દીઓના હળવાં લક્ષણો ધરાવતાં દર્દીઓ માટે આયુધ એડવાન્સની પુરક સારવારન(નિયમિત સારવાર ની સાથે) સલામત અને અસરકારક છે. આ સંશોધન નેશનલ સેન્ટર ફોર બાયો ટેક્નોલોજી ઈન્ફર્મેશન- નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, ગવર્નમેન્ટ ઓફ યુએસએની વેબસાઈટ https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC7948525/ પર પણ પ્રકાશિત કરાઈ છે.

પ્રથમ માનવ પરિક્ષણ અને અભ્યાસ એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ તથા એસવીપી આઈએમએસઆર, એલિસબ્રિજ અમદાવાદ ખાતે ઓક્ટોબર, 2020માં હાથ ધરાયો હતો. જ્યારે બીજું માનવ પરિક્ષણ જીએમઈઆરએસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, સોલા અમદાવાદ ખાતે જાન્યુઆરી, 2021માં કરાયું હતું. પ્રથમ અભ્યાસમાં કોવિડ-19ના હળવાં દર્દીઓ પરની તેની અસર ચકાસવામાં આવી હતી. પ્રથમ ક્લિનિકલ અભ્યાસના સફળ પરિણામો બાદ કોવિડના મધ્મય લક્ષણો અને મોર્બિડિટી અને કો-મોર્બિડિટી ધરાવતાં દર્દીઓમાં અન્ય અભ્યાસ અને વ્યાપક પરિક્ષણો હાથ ધરાયા હતાં. કો-મોર્બિડ દર્દીઓમાં કોવિડ-19 મહામારીને કારણે ગંભીર સમસ્યા ઓ સર્જાવાનું જોખમ વધુ રહે છે. આ દર્દીઓને દિવસમાં ચાર વખત 15 એમએલનો આયુધ એડવાન્સનો ડોઝ આપવામાં આવ્યો હતો અને તેઓ માત્ર ચાર દિવસની અંદર સ્વસ્થ થયાં હતાં. આ ઉપરાંત ટ્રાન્ઝિશ્નલ હેલ્થ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યૂટ (THSTI)-ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજી, ભારત સરકાર દ્વારા આયુધ એડવાન્સ, રેમડીસિવિસ કરતાં 3 ગણી વધુ અસરકારક હોવાનું જણાવાયું છે.

શુક્લા આશર ઈમ્પેક્સ પ્રા. લિમિટેડ, ગુજરાત દ્વારા બનાવાતી આયુધ એડવાન્સ એ જુદાં-જુદાં 21 પ્રકારના છોડ આધારિત અર્કનું પ્રવાહી મિશ્રણ છે. આયુર્વેદિક સંહિતાઓમાં આ તત્વો માનવીય વપરાશ માટે અસરકારક અને સલામત મનાયા છે. આ વિશેષ ઔષધિય તત્વો ક્વોન્ટમ ટેક્નોલોજી અને કોલાઈડલ સાયન્સિસની પ્રક્રિયાની મદદથી તૈયાર કરાયા છે. અને તેનું એન્ગસ્ટ્રોમ-સાઈઝ્ડ (નેનોમીટરના દસમાં ભાગનું) ના પરમાણુ જેટલું વિખંડન કરાય છે. જે તેમને વધુ અસરકારક બનાવે છે.

આ દવાની વિશેષતાઓ વિશે માહિતી આપતાં શુક્લા આશર ઈમ્પેક્સ પ્રા. લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર દીપ શુક્લાએ જણાવ્યું હતું કે વેક્સિનની ભૂમિકા જ્યાં પૂરી થાય છે ત્યાંથી આયુધ એડવાન્સની કામગીરી શરૂ થાય છે. આયુધ એડવાન્સ વેક્સિનથી અલગ છે. વેક્સિન ચોક્કસ પ્રકાર ના વાયરસના સ્ટ્રેઈન્સ સામે એન્ટીબોડીઝ વિકસાવવામાં મદદ કરે છે. જોકે તેનાથી રોગ સામે 100 ટકા રક્ષણ મળતું નહીં હોવાનું સર્વવિદિત છે. તેની તુલનાએ પ્રચલિત માન્ય સારવાર સાથે આયુધ એડવાન્સના ઉપયોગથી બીમારીના સફળ નિયમનમાં મદદ મળે છે.

આયુધ એડવાન્સે બે સઘન ક્લિનિકલ ટ્રાયલ્સ પૂર્ણ કરી છે. હજારો તબીબો દ્વારા તેની ભલામણ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 50,000થી વધુ દર્દીઓની સારવાર માટે તેનો ઉપયોગ કરાઈ ચૂક્યો છે. કોરોનાના દર્દીઓને પણ તેમને અન્ય બીમારીઓ હોવા છતાં આયુધ એડવાન્સ અત્યંત અસરકારક અને સલામત હોવાનું જણાયું છે. આ દવાને રાજ્ય એફડીસીએ(આયુર્વેદ), ગુજરાત દ્વારા માન્યતા અપાઈ છે અને ઉત્પાદન તથા વેચાણ માટે લાયસન્સ અપાયું છે.

હાલમાં આયુધ અંતર્ગત બે દવા, આયુધ એડવાન્સ અને આયુધ મેઈન્ટેઈનનો સમાવેશ થાય છે. જેમાં કોવિડ-19થી ગ્રસ્ત દર્દીઓ માટે આયુધ એડવાન્સ સલામત અને આનુષાંગિક સારવાર છે. જોકે આ દર્દીઓના પરિવારજ નોએ આ વાયરસનું સંક્રમણ તેમને ના લાગે તે માટે વિશેષ કાળજી લેવી જોઈએ, જેમાં આયુધ મેઈન્ટેઈનની ભૂમિકા અત્યંત મહત્વની છે.

આયુધ મેઈન્ટેઈન એ એક રોગ નિરોધક હેલ્થ સપ્લિમેન્ટ છે જે શરીરને રોગાણુઓ સામે લડવામાં મદદ કરી તેનો નિકાલ કરે છે. આયુધ મેઈન્ટેઈન શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારીને રોગાણુઓને ઓળખવાની તેની ક્ષમતા વધારે છે.

અત્યાર સુધીમાં આયુધ મેઈન્ટેઈન ની મદદથી 2,20,000 ક્વોરન્ટાઈન પરિવાર સભ્યોને સુરક્ષિત બનાવાયા છે. આમ જ્યારે આપણાં શરીરમાં રોગાણુ પ્રવેશી તેને સંક્રમિત કરવાનો પ્રયાસ કરે ત્યારે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ પહેલાથી જ જાગૃત અવસ્થામાં હોવાથી તે આવા રોગાણુ આપણાં શરીરમાં ફેલાઈ તેને બીમાર બનાવે તે પહેલાં જ તેનો નાશ કરે છે.

Published On - 6:23 pm, Fri, 16 April 21