દિવાળી આમ તો ઉત્સવનો પર્વ છે. પણ આજ પર્વ પર શહેરમાં આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા એ વર્ષમાં કોરોનાને કારણે આગની ઘટનામાં ઘટાડો થયો છે. પણ આ વર્ષ આગના કોલમ વધારો થવાની શકયતા સાથે ફાયર વિભાગે તે પ્રકારે તૈયારીઓ પણ કરી હતી.
શહેરમાં હવે આગ લાગવી તે ઘટના આમ બની ગઈ છે. કારણ કે જે રીતે આગના કોલ નોંધાઈ રહ્યા છે તે એ જ બાબત સૂચવે છે કે શહેરમાં કેટલા પ્રમાણમાં આગના બનાવો બની રહ્યા છે. જો 2016 થી 2020 હાલ સુધી નાણાકીય વર્ષ પ્રમાણે ફાયર બ્રિગેડમાં નોંધાયેલા આગ અને બચાવ કોલની માહિતી મેળવીએ.
કયા વર્ષમાં કેટલા કોલ નોંધાયા
માર્ચ 2016 થી માર્ચ 2017 સુધી આગ અને બચાવ કોલ – 3 હજાર આસપાસ
માર્ચ 2017 થી માર્ચ 2018 સુધી આગ અને બચાવ કોલ – 5 હજાર ઉપર
માર્ચ 2018 થી માર્ચ 2019 સુધી આગ અને બચાવ કોલ – 3000 ઉપર
માર્ચ 2019 થી માર્ચ 2020 સુધી આગ અને બચાવ કોલ – 3500
માર્ચ 2020 થી માર્ચ 2021 સુધી આગ અને બચાવ કોલ – 2400 જેટલા
એપ્રિલ 2021 થી હાલ સુધી આગના 907 અને બચાવ કોલ 2200 ઉપર નોંધાયા છે
આમ, સૌથી વધુ કોલ 2017માં નોંધાયા છે. જ બાદ 2018 માં ઘટાડો થયો છે અને બાદમાં 2019 માં ફરી કોલે જોર પકડ્યું. અને તેમાં પણ કોરોના સમયે અને લોકડાઉનને લઈને માર્કેટો બંધ રહેતા લોકો ઘરોમાં પુરાઈ રહેતા આગના કોલ ઘટ્યા. જોકે ચાલુ વર્ષે આગના કોલમાં વઘારો થવાનું અધિકારીનું માનવું છે.
અધિકારી પણ માની રહ્યા છે કે કોરોના સમયે ફટાકડા ફોડવા માટે મર્યાદિત સમય આપવાને લઈને આગના કોલમાં ઘટાડો નોંધાયો. જોકે આ વર્ષે આગના કોલ વધુ નોંધાઈ તેની શક્યારાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગમાં તમામ સ્ટાફની રજા રદ કરી દેવાઈ છે. તેમજ ફાયર ઓફિસરને પણ જરૂરી સૂચનાઓ આપી દેવાઈ હતી. જેથી કરી કોલ મળતાની સાથે ટિમ સ્થળ પર રવાના કરી શકાય અને શહેરમાં અગ્નિકાંડ જેવી ઘટનાઓ પણ ટાળી શકાય.
આમ તો અમદાવાદ ફાયર બ્રિગેડ તેની કામગીરીને લઈને શહેર, રાજ્ય અને ભારત ભરમાં જાણીતું છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે અમદાવાદ ફાયર બ્રિગેડ પાસે વિસ્તાર પ્રમાણે ના તો પુરતા ફાયર સ્ટેશન છે, ન તો પુરતા વાહનો છે, ન તો પુરતો સ્ટાફ છે. આ ખુદ ફાયર બ્રિગેડના અધિકારીએ કબુલ્યુ છે. ત્યારે પ્રશ્ન ઉભો થાય છે કે શુ અમદાવાદ ફાયર બ્રિગેડ સક્ષમ છે? અમદાવાદમાં 21 ફાયર સ્ટેશન ઉપર માત્ર 18 ફાયર સ્ટેશન જ છે. તો જેમાં હાલ માત્ર 15 ફાયર સ્ટેશન કાર્યરત છે. આ ઉપરાંત વ્હીકલની સંખ્યામા પણ ઘટાડો છે.
આમ છતાં આગની ઘટના હોય, કુદરતી હોનારત હોય કે પછી રેસ્કયુ ઓપરેશન હોય, અમદાવાદ ફાયર બ્રિગેડ ગુજરાતમા અવલ્લ નંબર પર આવે છે. અમદાવાદ નો વ્યાપ અને વસ્તી દિવસે ને દિવસે વધી રહયો છે, ત્યારે જરૂરી છે કે તે વ્યાપ અને વસ્તી પ્રમાણે પુરતા ફાયર સ્ટેશન અને વાહનો હોવા જોઈએ, જોકે ફાયર બ્રિગેડ પાસે વાહનો અને ફાયર સ્ટેશન પુરતા નથી
વાહનોની વાત કરીએ તો વોટર બ્રાઉઝરમાં 10 હજાર લીટરના 40 અને 20 હજાર લીટરના 7 યુનીટ છે, 10 હજાર લિટરના 21 ઓછા થશે અને નવા આવશે. આ ઉપરાંત મીની ફાયર ફાઈટર 17, મોટા ફાયર ટેન્ડર 17, હાઈરાઈ બિલ્ડીંગ માટે 55 મીટરની ટર્ન ટેબલ લેડર છે, હાઈડ્રોલીક પ્લેટફોર્મ છે, અને 81 મીટરનુ હાઈડ્રોલીંક પ્લેટફોર્મ વસાવવામાં આવ્યું છે. કેમીકલ કોલમા અને અન્ય કામ માટે 7 રેસ્ક્યુ વ્હિકલ છે. આમ મળી કુલ 217 વાહનો છે, જેમા 2 વર્ષમા 87 વાહનો સ્ક્રેબ થશે, તો સાથે જ હાલમા રહેલા વાહનોમા પણ 25 જેટલા વાહનોની અછત લાગી રહી છે.
અમદાવાદ ફાયર બ્રિગેડ પાસે પુરતા વાહનો કે પુરતા ફાયર સ્ટેશન તો નથી જ, પણ આ જ ફાયર બ્રિગેડ પાસે હાલમા રહેલા ફાયર સ્ટેશન અને અમદાવાદની વસ્તી સામે પુરતો સ્ટાફ પણ નથી. જે એક ગંભીર બાબત પણ ગણી શકાય.
ચાલો જાણીએ ફાયર બ્રિગેડમાં કેેેટલા સ્ટાફની જરૂર છે અને કેટલી જગ્યા ખાલી છે
ચીફ ફાયર ઓફિસર 1
એડિશનલ ચીફ ફાયર ઓફિસર 1 ફૂલ
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ચાર જગ્યા બે ખાલી.
ડીવીઝનલ ફાયર ઓફિસનની 4 ફૂલ
સ્ટેશન ફાયર ઓફિસરની 18 જગ્યા બે જગ્યા ખાલી
સબ ઓફિસરની તમામ 21 જગ્યા 11 જગ્યા ખાલી
જમાદાર ટીનડેલની 54 જગ્યા 6 જગ્યા ખાલી
ફાયરમેન 408 જગ્યા 60 જગ્યા ખાલી
ડ્રાઈવર કમ પંપ ઓપરેટર 159 જગ્યા 112 જગ્યા ખાલી છે.
આમ અધિકારી સાથે કુલ 900 સ્ટાફની જરૂર છે. જેમાં 600 સ્ટાફ અધિકારી સાથે છે 300 જગ્યા ખાલી છે. જેની કહાલી જગ્યાની ભરતી પ્રક્રિયા કરવાનો દાવો અધિકારી એ કર્યો છે. ઓ સાથે અધિકારીએ તાજેતરમાં બનેલ નરોડા GIDC ફાયર સ્ટેશન અને નિકોલ ફાયર સ્ટેશનનું એક મહિનામાં લોકાર્પણ કરી શરુઆત કરાશે તેવી જાહેરાત કરી છે. જેની સાઠે શહેરને વધુ બે નવા ફાયર સ્ટેશન મળશે. સાથે જ બોપલ ખાતે પણ નવું ફાયર સ્ટેશન બની રહ્યાનું અધિકારીએ જણાવ્યું છે. તો વધુમાં દાણાપીઠ ફાયર સ્ટેશનનું કામ જલ્દી શરૂ કરવાનું જણાવ્યું. આ તરફ પાંચકુંવા, જશોદાનગર અને ઓઢવ ફાયર સ્ટેશનનું સમારકામની જરૂર હોવાથી કામ શરૂ કરવાની વાત કરી આગામી વર્ષનું પ્લાનિંગ કરી શહેરમાં હાલમા કાર્યરત 15 અને બીજા 3 ફાયર સ્ટેશન સાથે અન્ય 10 નવા ફાયર સ્ટેશન અને 50 ફાયર ચોકી ઉભી કરવાની વાત છે. નવા સાધનો અને સ્ટાફની નિમણુંક કરવાની પણ વાત કરી છે. જેથી શહેરને ફાયર વિભાગની તમામ સુવિધા આપી આગની ઘટનાને પહોંચી વળી શકાય. તો નવા સ્ટેશન અને વસ્તી સામે 1200 સ્ટાફની જરૂરિયાત હોવાનું જણાવ્યું છે.
એટલુ જ નહી પણ દાણાપીઠ ફાયર સ્ટેશનનું નવીનીકરણ કરવાના કારણે પહેલા ફાયર કંટ્રોલ રૂમ અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન ખાતે ખસેડવામાં આવ્યું અને હાલ પાલડી કન્ટ્રોલ રૂમ ખાતે કાર્યરત છે. જોકે ત્યા પણ કેટલીક વાર ટેલીફોન લાઈનમા ખામી સર્જાતા કે લાઈન બંધ થતા આગના કોલ મળવામાં હાલાકી સર્જાય છે. તો સાથે જ શહેરમાં ત્વરિત રિસ્પોન્સ મળે માટે વિભાગ દવારા પોલીસ ચોકીની જેમ ફાયર ચોકી બનાવવાનો નિર્ણય કરાયો છે. ત્યારે સવાલ એ પણ થાય છે કે અમદાવાદ શહેરને ક્યારે પૂરતું ફાયર બ્રિગેડ વિભાગ મળી રહેશે અને શહેરમાં બનતી મોટી અને જીવલેણ હોનારત ક્યારે અટકશે.
આ પણ વાંચો: ગાંધીનગર : ખાનગી કંપનીના ETP પ્લાન્ટની સફાઇ દરમિયાન 5 મજૂરોના મોત
આ પણ વાંચો: ભારતમાં અહીં ગધેડાનો મેળો ભરાય છે! દિવાળી પર 9000 ગધેડા વેચાયા, ઔરંગઝેબે અહીંથી ખરીદ્યા હતા ખચ્ચર