
Ahmedabad : એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરીકન્સ ઇન નોર્થ અમેરિકા અને નોલેજ પ્લસ ફાઉન્ડેશન દ્વારા ૭ ઓગસ્ટ ગુજરાતના ખ્યાતનામ મહાનુભાવોને બિરદાવવામાં આવ્યા. Ama ખાતે યોજાયેલ ગુજરાત રતન ગૌરવ એવોર્ડમાં તમામને સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ નરહરી અમીન તેમજ પૂજ્ય દ્વારકેશ લાલજી વિશેષ ઉપસ્થિત રહ્યા.
એટલું જ નહીં પણ વિભિન્ન ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનારા કલાકારો, રમતવીરો, અધિકારીશ્રીઓ અને ધાર્મિક આગેવાનો સહિતના શ્રેષ્ઠીઓને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા. આ સાથે જ ખ્યાતનામ મેનેજમેન્ટગુરુ ડૉ. શૈલેષ ઠાકર દ્વારા લખાયેલી પુસ્તિકા કોરોના વર્સિસ મેનકાઇન્ડનું વિમોચન પણ કરવામાં આવ્યું.
મેનેજમેન્ટગુરુ ડૉ. શૈલેષ ઠાકર દ્વારા લખાયેલી પુસ્તિકા કોરોના વર્સિસ મેનકાઇન્ડમા કોરોના માનવ સર્જિત છે કે કુદરત સર્જિત છે તે વિષય પર પુસ્તક લખવામાં આવ્યું. જેમાં 14 ચેપટરમાં 180 પાનાનું પુસ્તક લખાયું. જે પુસ્તક લખતા ડોકટર શૈલેષ ઠાકરને એક મહિનાનો સમય લાગ્યો.
ખાસ બાબત એ હતી કે પુસ્તક જ્યારે પહેલું લોકડાઉન શરૂ થયું તેના બીજા દિવસે જ લખવાનું શરૂ કર્યું. જે અન્ય લોકો માટે એક પ્રેરણા સમાન પ્રસંગ કહી શકાય. તો કાર્યક્રમમાં કચ્છની સંસ્કૃતિ જાગૃત રાખનાર તેમજ બનાસકાંઠા બાજુ નીચલા વર્ગને મદદ પુરી પાડનારા સહિત કલાકારો અને વિવિધ ક્ષેત્રે સંકળાયેલા ખ્યાતનામ લોકોનું સન્માન કરવામાં આવ્યું.
ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ શિર્ષક હેઠળ આયોજીત આ કાર્યક્રમ ગૌરવ અપાવનાર ગુજરાતીઓને વધાવવાનો અવસર છે. જેને લઈને એશોસીએશન ઓફ ઈન્ડિયન અમેરિકન્સ ઈન નોર્થ અમેરિકા અને નોલેજ પ્લસ ફાઉન્ડેશન આઈના અને કેપીએફ સંસ્થાના ઉપક્રમે ૭ ઓગસ્ટના રોજ સાંજે ૫:૦૦ કલાકે ઓડિટોરિયમ એ.એમ.એ અમદાવાદ ખાતે ગુજરાત ગૌરવ એવોર્ડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.
આ પ્રસંગે પૂ. દ્વારકેશલાલજી મહારાજને નોર્થ અમેરિકાની યુનિવર્સિટીની ડિગ્રી આપવામાં આવી. આ કાર્યક્રમમાં ગુજરાતના લોકાયુક્ત, આસિત મોદી, મનોજ જોશી, દિલીપ જોશી, મનીષ મહેતા, બિમલ પટેલ, લજ્જા ગોસ્વામી, પંકજ ઉધાસ, રુઝાન ખંભાતા, સૌમ્ય જોશી, અશોક જૈન, તુષાર ત્રિવેદી, કેતન રાવલ, તરુણ બારોટ સહિતના મહાનુભાવોને બિરદાવવામાં આવ્યા હતા.
તો તાજેતરમાં ઓલિમ્પિક્સમાં ભાગ લેનાર અમદાવાદની સ્વીમર માના પટેલ નું પણ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું. તો અન્ય ઓલિમ્પિકના ખેલાડીની સિદ્ધિને વધાવી હતી. તો બ્રાન્ડેડ કંપનીની જાહેરાત નું સંભાળતા વિભૂતિ ભટ્ટને પણ સન્માનિત કરાયા હતા.
એટલું જ નહીં પણ મુંબઇમાં બોલીવુડમાં વેનિટી વાનના માલિક કેતન રાવલને કોરોના કાળ દરમિયાન મુંબઈમાં વેનિટી વાન સેવામાં આપવા બદલ પણ સન્માનિત કરાયા. જે કેતન રાવલે ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન બેડ માટે સર્જાતી હાલાકી દૂર કરવા 56 વાન સેવા માટે આપવા તૈયાર દર્શાવી.
વધુમાં કાર્યક્રમમાં 13 વર્ષ અને 3200 એપિસોડ પૂર્ણ કરનાર તર્ક4 મહેતા કા ઉલટા ચશ્માના કલાકાર દિલીપ જોશી અને પ્રોડ્યુસર આશિત મોદીને સન્માનિત કરાયા. જેમાં આશિત મોદીએ કોરોના કાળ ચાલતો હોવાથી દયા ભાભીને શોધવામાં સમય લાગતો હોવાનું તેમજ પોપટ લાલના લગ્ન ધામધૂમથી કરવાના હોવાથી કોરોનામાં તે શક્ય ન બની શકે તે માટે કોરોના જવાની રાહ જોતા હોવાનું પણ નિવેદન આપ્યું. તો સાથે જ તમામ લોકોએ એવોર્ડ કાર્યક્રમને આવકાર્યો પણ હતો.
મહત્વનુ છે કે આ કાર્યક્રમ 1 મેં ના રોજ યોજાવાનો હતો. જોકે કોરોનાને કારણે કાર્યક્રમ નહિ થઈ શકતા આજે કાર્યક્રમ યોજાયો. જેમાં વિવિધ ક્ષેત્રે સંકળાયેલા 28 લોકોને પસંદ કરી તેઓને સન્માનિત કરવામાં આવ્યા.