Ahmedabad: બોપલની સત્યમેવ જયતે સ્કૂલ દ્વારા વધુ ફી ઉઘરાવવાનો કેસ, FRCની તપાસ શરૂ

|

Jan 19, 2021 | 12:22 PM

Ahmedabad: બોપલની સત્યમેવ જયતે સ્કૂલ દ્વારા વધુ ફી ઉઘરાવવાનો કેસમાં ફરિયાદી અને શાળા સામે FRCએ તપાસ શરૂ કરી છે.

Ahmedabad: બોપલની સત્યમેવ જયતે સ્કૂલ દ્વારા વધુ ફી ઉઘરાવવાનો કેસમાં ફરિયાદી અને શાળા સામે FRCએ તપાસ શરૂ કરી છે. ફરિયાદીએ ફરિયાદ પરત ખેંચવા અરજી કરી છે. શાળાને બનાવટી FRCનો ઓર્ડર મેઈલ કર્યો હતો. જેમાં 47500 ફી નક્કી કરી હોવાનો FRCનો મેઈલ થયો હતો. મેઇલના આધારે સ્કૂલ દ્વારા 44400 ફી લેવામાં આવી હતી. FRCમાં થયેલી સુનાવણી વખતે આ ખુલાસો થયો છે. FRCએ ઓરીજીનલ પ્રિ-પ્રાયમરીની 34500 ફી નક્કી કરી હતી. સ્કૂલને 47500 ફી નક્કી કરી હોવાનો ફેક મેઈલ કરાયો હતો. FRCના ઇમેઇલ આઈડી પરથી જ મેઈલ કરાયો હતો. શાળાએ ફેક મેઈલ બાબતે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. ફેક મેઈલ સામે આવતા ફરિયાદી આશિષ કણઝારીયાએ ફરિયાદ પરત ખેંચવા અરજી કરી છે. FRCએ શાળા અને ફરિયાદી બંને સામે તપાસ શરૂ કરી છે.

 

Next Video