Ahmedabad: ગુજરાતમાં પ્રથમવાર કોરોના દર્દીને મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેઇલ થેરાપી થકી સારવાર અપાઇ

Ahmedabad: શહેરની સિમ્સ હોસ્પિટલમાં એક એવી સારવાર કરી કે જે રાજ્યમાં પ્રથમવારનો કિસ્સો છે. આ સારવારમાં ડાયાબિટીસની સાથે કોરોનાનાં લક્ષણો ધરાવતા 38 વર્ષીય દર્દીને મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેઇલ થેરાપી થકી સારવાર કરાઇ છે.

Ahmedabad:  ગુજરાતમાં પ્રથમવાર કોરોના દર્દીને મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેઇલ થેરાપી થકી સારવાર અપાઇ
પ્રતિકાત્મક તસ્વીર
| Updated on: Jun 02, 2021 | 1:49 PM

Ahmedabad: શહેરની સિમ્સ હોસ્પિટલમાં એક એવી સારવાર કરી કે જે રાજ્યમાં પ્રથમવારનો કિસ્સો છે. આ સારવારમાં ડાયાબિટીસની સાથે કોરોનાનાં લક્ષણો ધરાવતા 38 વર્ષીય દર્દીને મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેઇલ થેરાપી થકી સારવાર કરાઇ છે. આ થેરાપીની સારવારમાં શરીરના કોષોમાં કોરોનાને પ્રવેશતા રોકે છે. જેથી કોરોનાના શરૂઆતના તબક્કામાં હળવાં કે તીવ્ર લક્ષણો, ઓક્સિજનની જરૂર ન હોય તેમજ ભારે જોખમ ધરાવતા દર્દીઓને અપાય છે.

એક પ્રસિદ્ધ અખબારને આપેલી મુલાકાતમાં સિમ્સ હોસ્પિટલના ચેપીરોગ વિભાગના વડા ડો. સુરભિ મદન આ થેરાપી બાબતે માહિતી આપી હતી. ડો. સુરભિ મદને જણાવ્યું છે કે કોવિડ-19ના માઈલ્ડ દર્દીઓ માટે મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેઇલ થેરપીનો પ્રારંભ હજુ ગયા અઠવાડિયે જ શરૂ થયો છે.

કેસિરિવિમેબ અને ઇમ્ડેવિમેબની મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેઇલ થેરાપી દર્દીને અપાઈ છે

વધુમાં તબીબે જણાવ્યું કે અમે હોસ્પિટલમાં દાખલ ડાયાબિટીસની સાથે કોરોનાના લક્ષણો ધરાવતા 38 વર્ષીય દર્દીને મોનોક્લોનલ એન્ટિબોડીઝ કોકટેઇલ થેરાપી આપી છે. અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલે પ્રથમ વખત આ પ્રકારની સારવાર આપી છે. આ થેરાપી ભારે જોખમ ધરાવતા દર્દીઓને કોવિડનો ચેપ લાગ્યાના શરૂઆતના જ તબક્કામાં કરવામાં આવે છે. અહીં નોંધનીય છેકે વર્ષ- 2020માં આ પ્રકારની સારવાર અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પને અપાઇ હતી.

આ થેરાપી કોરોનાના કોષોને શરીરમાં પ્રવેશતા રોકે છે ?
આ કોમ્બિનેશન ડ્રગનો ઉદ્દેશ કોવિડ-2નો શરીરના કોષોમાં થતો પ્રવેશ રોકવા માટે કરવામાં આવે છે. શરીરમાં કોવિડના કોષોમાં વધારો થાય તો મધ્યમ અને તીવ્ર કોવિડ-19 ધરાવતા દર્દીઓમાં કોરોના ચેપ વકરવાનો ભય રહેતો હોય છે. ખાસ કરીને હાઇ રિસ્ક પેટા જૂથોમાં વૃદ્ધ દર્દીઓ, કિડનીના દર્દીઓ, ફેફસાંના રોગ તથા લિવરના રોગ, કાર્ડિયોવાસ્ક્યુલર રોગ, ટ્રાન્સપ્લાન્ટ અને કેન્સર વગેરેના દર્દીઓનો સમાવેશ થાય છે.

કોરોનાના તીવ્ર લક્ષણો ધરાવતા દર્દીને ન આપી શકાય આ થેરાપી
આ થેરાપી દર્દીને કોવિડનાં હળવાં લક્ષણો, શરૂના તબક્કામાં ઓક્સિનનની જરૂર ન હોય તેમજ ભારે જોખમ ધરાવતા દર્દીને આપી શકાય છે, પરંતુ આ સારવાર કોવિડ-19ના જે દર્દીઓ હાયપોક્સિયા સાથે મધ્યમ અથવા તો તીવ્ર લક્ષણો ધરાવતા દર્દીને આપવાની ભલામણ કરાતી નથી.

Published On - 1:49 pm, Wed, 2 June 21

Follow Us