ખેડૂતોના ઉભા પાક પર, વિકાસનું જેસીબી ફર્યું! ધોલેરામાં એક્સપ્રેસ હાઈવેની કામગરીનો વિરોધ

|

Nov 30, 2021 | 11:46 AM

Ahmedabad: ધોલેરામાં એક્સપ્રેસ હાઈવેનું કામ શરુ કરવામાં આવ્યું છે. તો 22 ગામના ખેડૂતો આ કામગીરીથી નારાજ છે. ખેડૂતોના કહેવા પ્રમાણે કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી.

અમદાવાદના (Ahmedabad) ધોલેરા (Dholera) તાલુકાના સરસલાપરા ગામથી એક્સપ્રેસ હાઈવે (Express Highway) બનાવવાની કોન્ટ્રાકટર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના પગલે હોબાળો મચી ગયો છે. પોલીસ કાફલાની સાથે ખેડૂતોના ઉભા પાક પર હિટાચી અને જેસીબી જેવા વાહનો ફેરવી દેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

મહિલાઓ અને ખેડૂતોએ વિરોધ કર્યો તો પોલીસે 15 જેટલા લોકોની અટકાયત કરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. ખેડૂતોના કહેવા પ્રમાણે કોઈપણ પ્રકારની નોટિસ આપવામાં આવી નથી. સાથે જ જમીનના બદલામાં વળતર ચૂંકવવા અંગે પણ કોઈ જાણ કરવામાં આવી નથી. નવાઈની વાત તો એ છે કે, અહીના 22 ગામના ખેડૂતો આ કામગીરીથી નારાજ છે.

ખેડૂતોનું કહેવું છે કે, સરકાર જ્યાં એક્સપ્રેસ હાઈવે બનાવવાનું વિચારી રહી છે તેનાથી આશરે 200 મીટર દૂર જ હાઈવે આવેલો છે. તે હાઈવે ને મોટો કરીને પણ હાઈવે બનાવી શકાય છે. પરંતુ એવું કરવામાં નથી આવી રહ્યું, જેના પગલે ખેડૂતોની 700 વીઘા જમીન કપાતમાં જઈ રહી છે.

 

આ પણ વાંચો: અઢી વર્ષે ન્યાય: સુરતમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમ આજીવન જેલના સળીયા પાછળ

આ પણ વાંચો: Gujarat: ઑમિક્રૉનનું ટેન્શન, સરકાર શું લેશે એક્શન? 8 મહાનગરમાં રાત્રિ કરફ્યુ હટશે કે મુદત વધશે?

Published On - 11:40 am, Tue, 30 November 21

Next Video