Ahmedabad વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર જાહેર થયું, જાણો વિશ્વના સૌથી મોંઘા અને સસ્તા શહેરોની યાદી

|

Dec 03, 2021 | 12:35 PM

દેશનું પ્રથમ હેરિટેજ સિટી અને ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ (Ahmedabad) વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર બની ગયું છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે તાજેતરમાં જાહેર કરેલા વર્લ્ડવાઇડ કોસ્ટ ઓફ લિવિંગ સરવે 2021 (Worldwide Cost of Living Survey 2021) રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે.

Ahmedabad વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર જાહેર થયું, જાણો વિશ્વના સૌથી મોંઘા અને સસ્તા શહેરોની યાદી
Ahmedabad city (Gujarat)

Follow us on

એક બાજું ગુજરાતમાં સામાન્ય જનતા મોંઘવારીથી ત્રસ્ત છે. ત્યારે ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટનો (Economist Intelligence Unit) એક રિપોર્ટ આવ્યો છે. જેમાં ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ પણ વિશ્વના સસ્તા શહેરની રેસમાં અગ્રેસર છે. એટલે કે વિશ્વમાં સસ્તા શહેરોમાં અમદાવાદનો સમાવેશ કરાયો છે. અને, ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના રિપોર્ટમાં વિશ્વના સૌથી સસ્તા શહેરમાં સાતમા નંબરે મુકવામાં આવ્યું છે.

 

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

દેશનું પ્રથમ હેરિટેજ સિટી અને ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ (Ahmedabad) વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર બની ગયું છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે તાજેતરમાં જાહેર કરેલા વર્લ્ડવાઇડ કોસ્ટ ઓફ લિવિંગ સરવે 2021 (Worldwide Cost of Living Survey 2021) રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. આ રિપોર્ટમાં વિશ્વના 173 દેશોમાં જીવનધોરણ અને ખર્ચમાં આવેલા ઉતાર-ચઢાવને આધારિત રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે.

આ યાદીમાં અમદાવાદ(Ahmedabad) સિવાય ભારતના એક પણ શહેરનો સમાવેશ થયો નથી. WCOL ઇન્ડેક્સમાં અમદાવાદને 37 પોઇન્ટ મળ્યા છે અને તેને 167મું રેન્ક મળતાં તે સાતમું સૌથી સસ્તું શહેર બન્યું છે. આ ઇન્ડેક્સમાં પાકિસ્તાનના કરાચી શહેરને 36 પોઇન્ટ મળતાં તે 168મા રેન્ક પર આવ્યું છે. આમ સૌથી સસ્તા શહેરમાં કરાચીએ અમદાવાદને પાછળ છોડી દીધું છે. વિશ્વનું સૌથી સસ્તું શહેર સીરિયાનું દમાસ્કસ છે જેને માત્ર 12 પોઇન્ટ મળ્યા છે. ઇઝરાયેલનું તેલ અવીવ શહેર 106 પોઇન્ટ મેળવીને સૌથી મોંઘું શહેર જાહેર થયું છે.

173 દેશોની આ યાદીમાં અમદાવાદનો (Ahmedabad) પહેલીવાર સમાવેશ થયો છે. રિપોર્ટમાં સૌથી સસ્તા શહેરો પૈકી અમદાવાદ (Ahmedabad) અને ટ્યૂનીસિયાનું ટ્યૂનીસ શહેરનો વિશેષની વિશેષ નોંધ લેવામાં આવી છે. આ યાદીમાં પેટ્રોલના ભાવને લઈને પણ સૌથી મોંઘા શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં પણ ભારતના એક પણ મેટ્રો શહેરનો સમાવેશ નથી થયો. પેટ્રોલનો ભાવ સૌથી વધુ હોંગકોંગમાં છે. આ યાદીમાં તેલ અવીવ ચોથા સ્થાને છે.

ઇઝરાયલનું તેલ અવીવ વિશ્વનું સૌથી મોંઘું શહેર બન્યું, પ્રોપર્ટીની કિંમતો આસમાને પહોંચી

ઇઝરાયલનું તેલ અવીવ વિશ્વનું સૌથી મોંઘુ શહેર છે. દેશની કરન્સી શેકેલમાં આવેલી મજબૂતાઈ મોંઘવારી વધવાના મુખ્ય કારણો છે. અહીં ખાવા-પીવાની વસ્તુઓ તથા પ્રોર્પટીની કિંમતો પણ ખૂબ જ ઝડપથી વધી રહી છે.

આ પણ વાંચો : Crime: એક મદરેસા શિક્ષક છ વર્ષની માસૂમ સાથે કરતો હતો અશ્લીલ હરકતો, માતાને વર્ણવી અપરાધીની કાળી કરતૂત

Published On - 12:06 pm, Fri, 3 December 21

Next Article