અમદાવાદ : દિવાળીના તહેવારને લઇને બજારોમાં ખરીદદારોની ભીડ, વેપારીઓમાં ખુશાલી

|

Oct 30, 2021 | 6:36 PM

નવરાત્રિ અને દશેરા બાદ જ બજારોમાં લોકો ખરીદદારીમાં લાગી ગયા છે. અને, મોટાભાગના વેપારધંધામાં હાલ ચાંદી જ ચાંદી છે. લોકોએ બે વર્ષ બાદ દિવાળી તહેવારની ધામધૂમથી ઉજવણી કરવાનું મન બનાવી લીધું હોય તેમ હાલ લાગી રહ્યું છે.

તો દિવાળી આવી રહી છે, તહેવારોના દિવસો નજીક છે અને તેની સીધી અસર હાલ વિવિધ બજારોમાં દેખાઈ રહી છે.કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી લોકો દિવાળીની ઉજવણી નહોતી કરી શક્યા, પરંતુ આ વર્ષે કોરોનાની અસર ઓછી થતા લોકો દિવાળીની ધૂમ ઉજવણીના મૂડમાં દેખાઈ રહ્યા છે.. અમદાવાદની વાત કરીએ તો શહેરના લાલ દરવાજા, રિલીફ રોડ, રતન પોળ અને ઢાલગરવાડમાં ગ્રાહકોની ભીડ જામી છે. તેમાં પણ વિકેન્ડ હોવાથી લોકો મોટી સંખ્યામાં દિવાળીની ખરીદી કરવા પહોંચી ગયા છે. બીજી તરફ આ ભીડને કારણે વેપારીઓની દિવાળી પણ સુધરી હોય તેવું લાગી રહ્યું છે. ઘરાકીને કારણે વેપારીઓ ખુશ છે અને દિવાળીની ઉજવણી માટે મંજૂરી મળતા લોકો પણ ખુશ છે.. શહેરના બજારોમાં જે ભીડ જોવા મળી છે તે તહેવારોની ઉજવણીનો ઉત્સાહ વ્યક્ત કરે છે.

નોંધનીય છેકે નવરાત્રિ અને દશેરા બાદ જ બજારોમાં લોકો ખરીદદારીમાં લાગી ગયા છે. અને, મોટાભાગના વેપારધંધામાં હાલ ચાંદી જ ચાંદી છે. લોકોએ બે વર્ષ બાદ દિવાળી તહેવારની ધામધૂમથી ઉજવણી કરવાનું મન બનાવી લીધું હોય તેમ હાલ લાગી રહ્યું છે. ત્યારે લોકોને એક અપીલ કરવામાં આવી છેકે તહેવારોના ઉન્માદમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે. કારણ કે હજું કોરોનાની ત્રીજી લહેરનો ડર પ્રવર્તે છે.

આ પણ વાંચો : Parambir Singh: પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈની કિલા કોર્ટમાંથી બિનજામીનપાત્ર વોરંટ કરાયું જાહેર, આ પહેલા થાણે કોર્ટે ઈશ્યુ કર્યું હતું વોરંટ

આ પણ વાંચો :  PATAN : HNGUના પૂર્વ કુલપતિ ડો.આદેશ પાલ સામે કાર્યવાહી, પાલને ફરજ મુક્ત કરાયા

Published On - 6:35 pm, Sat, 30 October 21

Next Video