Ahmedabad : દશેરા પર્વે વાહનોની લે-વેચ કરતા શો-રૂમ પર ભીડ, વાહનોની ખરીદીમાં વધારો

|

Oct 15, 2021 | 3:40 PM

દશેરા પર્વે મોટી સંખ્યામાં લોકો નાના-મોટા વાહનોની ખરીદી કરતા હોવાથી વાહનોની લે-વેચ કરતા શોરૂમ પર ભીડ જોવા મળી, અને વિજયાદશમીના શુભ દિવસે મોટી સંખ્યામાં લોકોએ વાહનો ખરીદ્યા.

વિજયાદશમીએ વાહન ખરીદવાનો મહિમા

દશેરા પર્વે મોટી સંખ્યામાં લોકો નાના-મોટા વાહનોની ખરીદી કરતા હોવાથી વાહનોની લે-વેચ કરતા શોરૂમ પર ભીડ જોવા મળી, અને વિજયાદશમીના શુભ દિવસે મોટી સંખ્યામાં લોકોએ વાહનો ખરીદ્યા.આજના દિવસે બપોરે 12.39 વાગ્યાથી 12.55 વાગ્યા સુધીના અભિજિત મુહૂર્તમાં વાહન ખરીદી શુભ મનાય છે. ત્યારે એડવાન્સ બુકીંગ કરાવીને લોકો આજના દિવસે શુભ મુહૂર્તમાં વાહનોની ડિલેવરી લઈને લોકોએ ગાડીઓ છોડાવી હતી.

વિજયાદશમીએ શસ્ત્રપૂજનનું અનેરું મહત્વ

વિજયાદશમીના પર્વે શસ્ત્રપૂજનનું અનેરું મહત્વ હોય છે. એવામાં અમદાવાદના પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર એકે-47 થી લઈ તમામ હથિયારોની વિધિવત પૂજા કરાઈ.સુરતમાં વિજયાદશમી પર્વે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ હાઈટેક શસ્ત્રોનું પૂજન કર્યું.તો આ તરફ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્રારા પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. તો વડોદરામાં પોલીસ કમિશનર દ્વારા અને જુનાગઢમાં જિલ્લા પોલીસ વિભાગ દ્વારા શસ્ત્રોનુ પૂજન કરવામાં આવ્યુ. અને દશેરાની તમામ લોકોને શુભેચ્છા પાઠવી.તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ આવે અને લોકો સુરક્ષિત રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી.

Next Video