Ahmedabad : સ્ટેમ્પ વિભાગની કચેરીમાં કથિત ભ્રષ્ટાચાર મુદ્દે મહેસૂલ પ્રધાનનું નિવેદન, સરકારી કચેરીઓમાં જરાય ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાયઃ રાજેન્દ્ર ત્રિવેદી

| Edited By: | Updated on: Dec 03, 2021 | 5:19 PM

મહેસૂલ વિભાગની કચેરીની ઓચિંતી મુલાકાત બાદ રાજેન્દ્ર ત્રિવેદીએ હુંકાર કર્યો કે સરકારી કચેરીમાં ભ્રષ્ટાચારને સાખી નહીં લેવાય. સાથે જ ભ્રષ્ટાચારની ફરિયાદના કેસમાં તપાસ બાદ કાર્યવાહી કરવાની પણ તેઓએ વાત કરી.

અમદાવાદઃ સ્ટેમ્પ વિભાગની કચેરીમાં કથિત ભ્રષ્ટાચારનો મુદ્દે અધિકારીઓ વિરૂદ્ધ પુરાવા મળતા જ મહેસૂલ પ્રધાન એક્શનમાં આવ્યા છે. સ્ટેમ્પ ડ્યુટી વિભાગની કચેરીમાં કેબિનેટ પ્રધાને સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. અને, સરકારી કચેરીના કર્મચારીઓની રાજેન્દ્ર ત્રિવેદીએ પુછપરછ કરી હતી. મોડી સાંજ સુધીમાં દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી થશે તેમ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું. પંકજ શાહ નામનો વચેટિયો ટેબલ નાખીને બેસતો હોવાનું મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે. આ સાથે જ રાજેન્દ્ર ત્રિવેદીએ ઉમેર્યું કે “અધિકારીની મંજૂરી વગર પંકજ શાહ કચેરીમાં બેસી શકે નહીં, પંકજ શાહે લાભાર્થી પાસે લાંચ સ્વરૂપે 7 હજાર માગ્યા હતા” સરકારી કચેરીઓમાં જરાય ભ્રષ્ટાચાર નહીં ચલાવી લેવાય તેમ પણ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું.

મહેસૂલ વિભાગની કચેરીની ઓચિંતી મુલાકાત બાદ રાજેન્દ્ર ત્રિવેદીએ હુંકાર કર્યો કે સરકારી કચેરીમાં ભ્રષ્ટાચારને સાખી નહીં લેવાય. સાથે જ ભ્રષ્ટાચારની ફરિયાદના કેસમાં તપાસ બાદ કાર્યવાહી કરવાની પણ તેઓએ વાત કરી.જોકે એક તરફ પ્રધાન અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ મુકીને કાર્યવાહીની વાત કરી રહ્યા છે. તો બીજી તરફ જેના પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે તે નાયબ કલેક્ટર કે.કે.શાહ પોતાના પર લાગેલા તમામ આરોપો ફગાવી રહ્યા છે. અને ઘટનાની તેમને કોઇ જ જાણ ન હોવાની વાત કરી રહ્યા છે.

મહત્વનું છે કે અગાઉ સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરીમાં હાઇકોર્ટના વકીલે સ્ટિંગ ઓપરેશન કર્યુ. અને સરકારી કર્મચારી દ્વારા લાંચ માગતી ઓડિયો ક્લિપ વાયરલ કરીને ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આરોપ લગાવ્યો હતો. દીપેન દવેનો આરોપ હતો કે ડેપ્યુટી કલેક્ટર કે.કે.શાહ તેમના મળતીયા દ્વારા દસ્તાવેજના કામો માટે ભ્રષ્ટાચાર આચરે છે.