Ahmedabad : આજથી ધોરણ 6 થી 8ના વર્ગો sop સાથે શરૂ થયા, ઓનલાઇન સાથે ઓફલાઈન શિક્ષણ અપાશે

કોરોના ગાઈડલાઈન પ્રમાણે SOP સાથે વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં મેમનગરમાં આવેલ એચ.બી.કાપડિયા સ્કૂલમાં ગાઈડ લાઈન પ્રમાણે વ્યવસ્થા કરાઈ છે. જ્યાં વિદ્યાર્થીઓ માટે ત્રણ અલગ અલગ એન્ટ્રી રાખવામાં આવી છે.

Ahmedabad : આજથી ધોરણ 6 થી 8ના વર્ગો sop સાથે શરૂ થયા, ઓનલાઇન સાથે ઓફલાઈન શિક્ષણ અપાશે
Ahmedabad: Classes 6 to 8 from today started with SOP
| Edited By: | Updated on: Sep 02, 2021 | 9:43 AM

Ahmedabad :  કોરોનાકાળે ઘણા ક્ષેત્રોની જીવાદોરી અટકાવી દીધી હતી. વેપાર ધંધા ભાંગી પડ્યા હતા. જે પરિસ્થિતિ બીજી લહેરમાં કેસ ઘટતા સામાન્ય બનતી જઈ રહી છે. ત્યારે આગળના યુગના ભાવિને લઈને પણ સરકાર ચિંતિત બની છે. અને માટે જ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાતા આજથી ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.

કોરોના ગાઈડલાઈન પ્રમાણે SOP સાથે વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં મેમનગરમાં આવેલ એચ.બી.કાપડિયા સ્કૂલમાં ગાઈડ લાઈન પ્રમાણે વ્યવસ્થા કરાઈ છે. જ્યાં વિદ્યાર્થીઓ માટે ત્રણ અલગ અલગ એન્ટ્રી રાખવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે.

એટલું જ નહીં પણ વિદ્યાર્થીઓના પ્રવેશ સાથે જ વિદ્યાર્થીઓનું હેન્ડ ગનથી ટેમ્પરેચર તપાસી અને હેન્ડ સેનેટાઇઝ કરી પ્રવેશ આપવાની વ્યવસ્થા કરાઈ. સાથે જ સંમતિ પત્ર પણ તપાસવામાં આવે છે.

મહત્વનું છે કે સરકાર દ્વારા જે ગાઈડ લાઈન બનાવાઈ જેનું પાલન થાય તે જવાબદારી વાલી, બાળક અને સ્કૂલ સંચાલક તમામની છે. જેને જોતા શાળા દ્વારા વાલીઓ પાસેથી સંમતિ પત્ર લેવામાં આવ્યો હતો. જે લેટરમાં બાળકોને ફરજીયાત માસ્ક પહેરવા, સાથે સેનેટાઇઝ લાવવા. પાણીની બોટલ અને ટિફિન લાવવા જાણ કરાઈ છે. સાથે જ પાણીની બોટલ અને ટિફિન કોઈની સાથે શેર નહિ કરવા પણ જાણ કરાઈ છે. જેથી કોરોના સંક્રમણ ફેલાવવાની શક્યતાને વધુમાં વધુ ટાળી શકાય.

શાળા શરૂ થતા વાલીઓ પણ બાળકોને શાળાએ મુકવા આવ્યા. બાળકો અને સંચાલકોએ sopનું પોતે પાલન કરવાની જવાબદારી ગણાવી છે. તો ઘણા સમય બાદ શાળા પર આવેલા બાળકોએ શાળા શરૂ થતા ખુશી વ્યક્ત કરી છે. તેમજ શાળા તરફથી બાળકોને કોરોના અંગે અને sop અંગે સમજ અપાશે તેવી પણ ખાતરી શાળા દ્વારા અપાઈ છે.

મહત્વનું છે કે હાલ સુધી ઓનલાઇન શિક્ષણ ચાલતું જે શિક્ષક અને વિદ્યાર્થીઓ માટે થોડું અઘરું બની રહેતું પણ હવે લોકો તેનાથી ટેવાઈ ગયા. તેવામાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરતાં શિક્ષકની મુશ્કેલીઓ વધી છે. જોકે શાળા દ્વારા તમામ વ્યવસ્થા કરી ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણ સાથે આપવાની વ્યવસ્થા કરી હોવાનું પણ એચ.બી.કાપડિયા સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું.

મહત્વનું છે કે અગાઉ 9 થી 12 ના વર્ગો sop સાથે શરૂ કરાયા. જેમાં યોગ્ય પ્રતિસાદ મળતા ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. જે નિર્ણય પ્રમાણે આજથી sop સાથે અને 50 ટકા કેપેસિટી સાથે શાળાઓ પહેલાની જેમ શરૂ થતી દેખાઈ છે. જેનાથી હવે બાળકોને યોગ્ય શિક્ષણ પણ મળી રહેશે. અને બાળકોનું ભાવિ નહિ બગડે.