Ahmedabad: Airport પાસે માસ્ક બાબતે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, પોલીસે યુવકને ફટકાર્યાનો આક્ષેપ

|

Mar 01, 2021 | 9:27 PM

સમગ્ર રાજ્યમાં કોરોનાએ ફરીથી માથુ ઉચક્યું છે. જેને લઈને તંત્ર પણ સજાગ થઈ ગયું છે અને સંક્રમણ વધુ ના ફેલાય તેની કડક તકેદારી રાખી રહ્યા છે. કાયદાની અમલવારી કરાવતી પોલીસ અને લોકો વચ્ચે માથાકૂટના દ્રશ્યો આજકાલ સામાન્ય બની રહ્યા છે.

Ahmedabad: સમગ્ર રાજ્યમાં કોરોનાએ ફરીથી માથુ ઉચક્યું છે. જેને લઈને તંત્ર પણ સજાગ થઈ ગયું છે અને સંક્રમણ વધુ ના ફેલાય તેની કડક તકેદારી રાખી રહ્યા છે. કાયદાની અમલવારી કરાવતી પોલીસ અને લોકો વચ્ચે માથાકૂટના દ્રશ્યો આજકાલ સામાન્ય બની રહ્યા છે. કારણ કે ફરજિયાત માસ્કના પહેરવા પરની બાબતે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવતા હયોય છે. આવી જ એક ઘટના એરપોર્ટ પાસે બની હતી, જેમાં લોકો અને પોલીસ વચ્ચે માથાકૂટના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં PCR વાનના ડ્રાઈવરે યુવકને માર માર્યો હોવાનો આક્ષેપ થયો હતો.

 

 

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મેદાંતા હોસ્પિટલના તબીબોએ આપી કોરોનાની રસી

Next Video