Ahmedabad: સિવિલ હોસ્પિટલના વર્ગ 4 ના કર્મચારીઓ આનંદો, આ એક નિર્ણયથી સુધારી ગઈ દિવાળી

| Edited By: | Updated on: Oct 31, 2021 | 6:50 AM

Ahmedabad: રિયલ કોરોના વોરિયર્સ એટલે કે સિવિલ હોસ્પિટલના વર્ગ 4 ના કર્મચારીઓને આ વખતે દિવાળી પહેલા જ બોનસની ભેટ મળી ગઈ છે. દિવાળીમાં પગાર અને બોનસની ભેટ મળતા આનંદ છવાઈ ગયો.

Ahmedabad: સિવિલ હોસ્પિટલના વર્ગ 4 ના કર્મચારીઓ માટે આનંદના સમાચાર આવ્યા. જે બાદ સિવિલમાં ખુશાલી જોવા મળી. ઉજવણીનો માહોલ અને હસતા ચહેરાઓ સાથે સિવિલનું વાતાવરણ ખીલી ઉઠ્યું. ખરેખરમાં રિયલ કોરોના વોરીયર્સને આ વખતે વણમાગે જેના હકદાર છે એ મળી ગયું. જી હા વર્ગ 4 ના કર્મચારીઓને દિવાળી પહેલા જ પગાર અને બોનસની ભેટ આપવામાં આવી છે.

આ જાહેરાત થતા જ સિવિલ કર્મચારીઓમાં હર્ષની લાગણી છવાઈ ગઈ. વર્ગ 4 ના કર્મચારીઓએ સિવિલ સુપ્રિટેન્ડેન્ટનો આ બાબતે આભાર માન્યો હતો. જણાવી દઈએ કે ગત વર્ષે કર્મચારીઓને પગાર માટે ધરણાં કરવા પડ્યા હતા. ત્યારે આ વર્ષે પણ દિવાળી પહેલા પગાર માટે ઝઝૂમવું પડશે કે કેમ એ એક પ્રશ્ન હતો. પરંતુ આ વર્ષે એ નોબત ન આવતા કર્મચારીઓ ખુશ છે. આ વર્ષે પગાસ સાથે બોનસ પણ આપવામાં આવ્યું છે. જેને લઈને કર્મચારીઓની દિવાળી સારી જશે. અને તેઓ પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકશે.

આ બાબતે સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ રાકેશ જોશીએ જણાવ્યું કે જયારે સેકન્ડ વેવ પીક પર હતપ. તેમજ ગયા વર્ષે રાત દિવસ જોયા સિવાય, અને દિવાળી ઉજવ્યા સિવાય આ કર્મચારીઓએ સખત કામ કરીને સેવા આપી હતી. ત્યારે તેઓ રિયલ કોરોના વોરિયર્સ છે.

 

આ પણ વાંચો: Ahmedabad: ફેરિયાઓ અને સ્ટ્રીટ વેન્ડર્સની દિવાળી સુધરી, સિક્યોરિટી વગર મળશે આટલા હજારની લોન, જાણો વિગત

આ પણ વાંચો: AHMEDABAD : દિલ્લી ચકલા પાસે આવેલા ઓઈલના ગોડાઉનમાં આગ, પોળ વિસ્તારમાં આગથી ફફડાટ