અમદાવાદ : ગુરૂકુળ સ્વામી નારાયણ મંદિર ખાતે ચોપડા પુજનનું આયોજન, ધંધા-રોજગારમાં વૃદ્ધિની સૌ-કોઇની કામના

|

Nov 04, 2021 | 12:00 PM

બ્રહ્મપુરાણ અનુસાર મધ્યરાત્રિ સુધી ચાલતી અમાસની તિથિ મહાલક્ષ્મીની પૂજા માટે શ્રેષ્ઠ છે. જો મધ્યરાત્રિ સુધી અમાવસ્યા ન આવતી હોય તો પ્રદોષ વ્યાપિની તિથિ લેવી જોઈએ. લક્ષ્મી પૂજા અને દીપ દાન વગેરે માટે પ્રદોષ કાલ વિશેષ શુભ માનવામાં આવે છે.

અમદાવાદ: દિવાળીનો મહાપર્વ છે. ત્યારે ઠેરઠેર દિવાળી નિમિતે પૂજાપાઠનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુરૂકુળ સ્વામી નારાયણ મંદિર ખાતે ચોપડા પુજનનું આયોજન કરવામાં આવ્યું હતું, દિવાળી નિમિતે ધંધા-રોજગાર વૃદ્ધિ માટે ચોપડા પુજન માટેનો ઉત્તમ દિવસ માનવામાં આવે છે. આજે સ્વાતિ નક્ષત્રમાં ચોપડા પુજનનું વિશેષ મહત્વ છે. આ નિમિતે ટેકનોલોજીના કાળમાં ઘણા ધંધાર્થીઓએ લેપટોપ અને કમ્પ્યુટરની પણ પુજા કરવામાં આવી હતી. આ પુજા માટે ધરો, ગોઠીમડું ,કપૂરનું પાન, ચોળી , પુષ્પ , ફળ અને પંચામૃતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દિવાળીના તહેવારમાં ચોપડા પુજન સાથે આજે લક્ષ્મી પુજન પણ ધંધાર્થી કરતા હોય છે.

દિવાળી(Diwali 2021)નો તહેવાર દર વર્ષે કારતક મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. જ્યારે ભગવાન શ્રી રામ રાવણ સાથે યુદ્ધ જીતીને અયોધ્યા પરત ફર્યા ત્યારે તે કારતક મહિનાની અમાસ હતી. ભગવાન રામજીના પરત ફરવા પર અયોધ્યા(Ayodhya)ના દરેક ઘરમાં ઘીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. ત્યારથી આ તહેવાર દિવાળી તરીકે મનાવવામાં આવ્યો અને સમયની સાથે સાથે આ તહેવાર(Festival) સાથે બીજી ઘણી વસ્તુઓ જોડાયેલી થઈ.

બ્રહ્મપુરાણ અનુસાર મધ્યરાત્રિ સુધી ચાલતી અમાસની તિથિ મહાલક્ષ્મીની પૂજા માટે શ્રેષ્ઠ છે. જો મધ્યરાત્રિ સુધી અમાવસ્યા ન આવતી હોય તો પ્રદોષ વ્યાપિની તિથિ લેવી જોઈએ. લક્ષ્મી પૂજા અને દીપ દાન વગેરે માટે પ્રદોષ કાલ વિશેષ શુભ માનવામાં આવે છે.

દિવાળી પૂજા માટે પૂજા સ્થળને એક દિવસ અગાઉથી શણગારવાનું શરૂ કરવું જોઈએ. દિવાળીની પૂજા શરૂ કરતા પહેલા પણ પૂજા સામગ્રી એકત્રિત કરી લેવી. દેવી લક્ષ્મીની પસંદગીને ધ્યાનમાં રાખીને પૂજા કરવામાં આવે તો શુભ યોગ બને છે. માતાના પ્રિય રંગો લાલ અને ગુલાબી છે. આ પછી, ફૂલો વિશે વાત કરીએ તો, કમળ અને ગુલાબ દેવી લક્ષ્મીના પ્રિય ફૂલો છે. પૂજામાં ફળોનું પણ વિશેષ મહત્વ હોય છે.

Next Video