‘રક્ત દાન, મહા દાન’આ સૂત્ર વર્ષોથી લોકો રક્તદાન કરતા થાય તે હેતુથી જાગૃતિ ફેલાવવા પ્રચલિત થયુ છે, પરંતુ આજે પણ તેના વિશે જેટલી જાગૃતિ (Awareness) હોવી જોઈએ તેટલી નથી. એક યુનિટ જેટલુ લોહી પણ વ્યક્તિનું જીવન(Life) બચાવી શકે છે. ત્યારે રકતદાન વિશે લોકોમાં જાગૃતિ વધે તે હેતુથી અમદાવાદમાં ગવર્મેન્ટ ફિઝીયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓએ અનોખો પ્રયાસ હાથ ધર્યો છે.
215 બોટલનું કલેક્શન
અમદાવાદની ગવર્મેન્ટ ફિઝીયોથેરાપી કોલેજ દ્વારા 26માં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અનેક લોકોએ રક્તદાન કર્યુ હતુ. રક્તદાન શિબિરમાં 215 બોટલ લોહીનું કલેક્શન કરવામાં આવ્યું હતુ. કોરોના બાદ બ્લડ ડોનેશન કરવામાં અનેક વ્યક્તિઓ અચકાતા હોય છે જે માટે મેડિકલ સ્ટુડન્ટ પાસે બ્લડ ડોનેશન કરાવી સમાજમાં એક ઉમદા મેસેજ આપવા માટેનું આશય ગવર્મેન્ટ ફિઝીયોથેરાપી કોલેજનો હતો.
26 વર્ષથી યોજે છે બ્લડ ડોનેશન કેમ્પ
આ કોલેજ દ્વારા 26 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. કોરોનાના કપરા સમયમાં પણ આ કોલેજના વિદ્યાર્થીઓએ બ્લડ ડોનેશન કરીને દર્દીઓની વ્હારે આવ્યા હતા. કોલેજના વિદ્યાર્થીઓએ રક્તદાન થકી અનેક લોકોને મદદ કરી હતી. જો કોઇને કોરોના થયા કોરોના કે મિત્રોને પોઝિટિવ થયા બાદ ડોક્ટરની સલાહ બાદ ૬ મહિના બાદ કોઈપણ વ્યક્તિ બ્લડ ડોનેશન કરી શકે છે
થેલેસીમિયાગ્રસ્ત દર્દીઓને રક્તની જરુર વધુ
એક અંદાજ મુજબ, ભારતમાં દર વર્ષે આશરે પાંચ કરોડ જેટલી લોહીની બોટલની જરૂરિયાત ઊભી થાય છે, પરંતુ તેની સામે માત્ર 80 લાખ બોટલ લોહી રક્તદાતાઓ દ્વારા મળે છે. મુખ્યત્વે, થેલેસીમિયાગ્રસ્ત દર્દીઓને સૌથી વધારે રક્તની જરૂર પડતી હોય છે. ત્યારે રક્તદાન વિશે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ ફેલાવવાની જરુર છે. જેથી લોહીની જરુરિયાતવાળા દર્દીઓને ક્યારેય મુશ્કેલીનો સામનો કરવો ન પડે.
આ પણ વાંચોઃ Head clerk paper leak : અસિત વોરાના રાજીનામા સહિતની માગ સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ ઊતર્યા ઉપવાસ પર
આ પણ વાંચોઃ Surat : “ભોજન ભાવે તો જ પૈસા આપજો” : પતિના અવસાન બાદ સુરતમાં ભોજનાલય ચલાવતી મહિલાની સંઘર્ષ કહાની