Ahmedabad : બીઝ ટ્રીઝ નેટવર્કર્સ કૉમ્યૂનિટી દ્વારા બે દિવસીય “રાખી મેલા” નું આયોજન કરવામાં આવ્યું

ભાગ લેનારે આ પ્રકારના મેળા યોજાય તેવી માંગ કરી જેથી તેમને રોજી રોટી મળી રહે. જોકે રાખી મેળો બંધ હોલમાં હોઈ ભીડ જોવા મળી તો સાથે જ કોવિડ ગાઈડ લાઈન ભંગ જોવા મળ્યો. જેને લઈને આયોજકોએ ફરી નિયમ ભંગ નહિ થાય તેવી ખાતરી આપી.

Ahmedabad : બીઝ ટ્રીઝ નેટવર્કર્સ કૉમ્યૂનિટી દ્વારા બે દિવસીય “રાખી મેલા” નું આયોજન કરવામાં આવ્યું
| Edited By: | Updated on: Aug 07, 2021 | 10:13 PM

કોરોનામાં નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગસાહસિકો અને ગૃહણીઓના વેપાર ધંધાને અસર પહોંચી. ત્યારે આવા ધંધાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે રક્ષાબંધનના થોડા દિવસ પહેલા શહેરમાં રાખી મેળો યોજાયો. જોકે ત્યાં પણ કોવિડ ગાઈડ લાઈન ભંગ જોવા મળી.

બીઝ ટ્રીઝ નેટવર્કર્સ કૉમ્યૂનિટી દ્વારા બે દિવસીય “રાખી મેલા (એક્ઝિબીશન કમ સેલ) નું” આયોજન કરવામાં આવ્યું. પાલડી ખાતે શ્રીમાળી બ્રાહ્મણ સુવર્ણ જયંતી હોલ ખાતે આયોજન કરાયું. જેમાં બીઝ ટ્રીઝ નેટવર્કર્સ કૉમ્યૂનિટીના મેમ્બર્સ દ્વારા તેમની પ્રોડક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તો છેલ્લા ૨ વર્ષ દરમિયાન જ્યારે આખી દુનિયા કોવિડ સામે લડતી હતી અને વ્યવસાય અને સમાજનું મનોબળ એકદમ નીચું હતું, ત્યારે દરેકને મદદ કરવી જરૂરી બની હતી.

આવા સંજોગોમાં વ્યવસાયને પુનઃજીવિત કરવું તે શક્ય બનાવવા માટે એક બીજાના સહયોગ અને એક નેટવર્કિંગ કૉમ્યૂનિટી ઉભું કરવાનું બહુ મહત્વપૂર્ણ હતું. એટલે જ સ્મોલ અને મિડ કેપ બિઝનેસ ઉદ્યોગસાહસિકો અને ખાસ કરીને મહિલા ઉદ્યોગસાહસિકોને ટેકો આપવા માટે રિદ્ધિ રાવલ અને કૃપાલ ઠક્કર દ્વારા બીઝ ટ્રીઝ નેટવર્કર્સ કૉમ્યૂનિટીના બેનર હેઠળ બે દિવસીય એક્ઝિબીશન” રાખી મેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું.

બીઝ ટ્રીઝ બિઝનેસ નેટવર્કિંગ ગ્રૂપના સ્થાપક રિદ્ધિ રાવલે જણાવ્યું કે, બીઝ ટ્રીઝમાં અમારો મુખ્ય વિચાર એ હતો કે આપણે આપણા પોતાના વર્તુળમાં જ વ્યવસાય કરી શકીશું અને તે પણ કોઈ આંતરિક સ્પર્ધા વિના. વુમન એન્ટરપ્રાઇઝ MSME છે જે લોકોના વ્યવસાય પર કોવીડના કારણે અસર થઇ છે એ લોકો માટે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝર મુજબ કરી રહ્યા છીએ. જેથી તેઓ તહેવારોની સિઝનનો વધુમાં વધુ લાભ લઈને ઘણો સારો વ્યવસાય કરી શકે, જેમાં રાખડી. લાઈફસ્ટાઇલ, એસેસરીઝ, હોમકેર, ગિફ્ટિંગ, કેક-ચોકલૅટ, રીયલ એસ્ટેટ જેવા ૫૫ સ્ટોર ઉપલબ્ધ હશે.

બીઝ ટ્રીઝના પ્રેસીડેન્ટ કૃપાલ ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે અમારું નેટવર્કિંગ કૉમ્યૂનિટીનું આ પ્રથમ વખત આટલા મહત્વનું એક્ઝિબીશન થઇ જવા રહ્યું છે, આ એક્ઝિબીશનમાં દરેક મુલાકાતીઓને ગિફ્ટ આપવામાં આવી હતી, અને રવિવારે સાંજે ૬ વાગે કુપન દ્વારા લકી ડ્રો નું આયોજન પણ કરાયું હતું.

જેમાં ભાગ લેનારે આ પ્રકારના મેળા યોજાય તેવી માંગ કરી જેથી તેમને રોજી રોટી મળી રહે. જોકે રાખી મેળો બંધ હોલમાં હોઈ ભીડ જોવા મળી તો સાથે જ કોવિડ ગાઈડ લાઈન ભંગ જોવા મળ્યો. જેને લઈને આયોજકોએ ફરી નિયમ ભંગ નહિ થાય તેવી ખાતરી આપી.

 

આ પણ વાંચો – Ahmedabad : ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ યોજાયો, 28 ગૌરવ અપાવનાર ગુજરાતીઓને એવોર્ડથી સન્માનિત

આ પણ વાંચો – Bhakti: સોમવારથી થશે શ્રાવણની શરૂઆત, જાણીલો શ્રાવણ માસ દરમિયાન ધ્યાનમાં રાખવાની આ બાબતો