Ahmedabad : અસારવા સિવિલ હોસ્પિટલમાં 95 ટકા બેડ ફૂલ, 108 એમ્બ્યુલન્સની લાગી લાઈનો

|

Apr 12, 2021 | 3:36 PM

Ahmedabad : કોરોનાના કેસ સતત વધારા સાથે હોસ્પિટલના બેડ થઈ રહ્યા છે ફૂલ. અસારવા સિવિલ હોસ્પિટલમાં 95 ટકા બેડ ફૂલ. 108 એમ્બ્યુલન્સની લાગી લાઈનો.

Ahmedabad : અસારવા સિવિલ હોસ્પિટલમાં 95 ટકા બેડ ફૂલ, 108 એમ્બ્યુલન્સની લાગી લાઈનો

Follow us on

Ahmedabad : કોરોનાના કેસ સતત વધારા સાથે હોસ્પિટલના બેડ થઈ રહ્યા છે ફૂલ. અસારવા સિવિલ હોસ્પિટલમાં 95 ટકા બેડ ફૂલ. 108 એમ્બ્યુલન્સની લાગી લાઈનો.

જીહા, વાત જાણીને ચોકી જવાશે કે 1200 બેડ ધરાવતી કોવિડ હોસ્પિટલ તેમજ સિવિલ હોસ્પિટલ કેમ્પસના આવેલ હોસ્પિટલમાં બેડ ફૂલ થવાના આરે છે. પણ આ વાત સાચી છે. કેમ કે આ અમે નહિ પણ સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ખુલાસો કર્યો છે. સુપરિટેનડેન્ટ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં 95 ટકા બેડ ફૂલ થઈ ગયા છે. જે ચિંતાનો વિષય છે.

સિવિલ સુપરિટેનડેન્ટ બેડ ફૂલ થવા મામલે ખુલાસો કરતા જણાવ્યું કે સિવિલ 1200 બેડ. Gcri. મંજુશ્રી. અને કિડ હોસ્પિટલ સહિત સિવિલ કેમ્પસમાં આવેલ હોસ્પિટલ કે જ્યાં કોવિડ બેડ ફાળવવામાં આવ્યા હતા જ્યા કુલ 2068 બેડ છે જેમાંથી 1965 જેટલા દર્દી હાલ દાખલ થતા 95 ટકા બેડ ભરાઈ ગયા છે. જેના કારણે 108 એમ્બ્યુલન્સમાં દર્દીને એડમિશન માટે રાહ જોવાનો વારો આવતા હાલમાં હોસ્પિટલ બહાર દિવસ હોય કે રાત ઓછામાં ઓછી 10 એમ્બ્યુલન્સ દર્દી સાથે એડમિશન માટે રાહ જોઇને ઉભી રહેતા નજરે ચડે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

એટલું જ નહીં પણ દર્દી વધતા ઓક્સિજનની પણ ડિમાન્ડ વધી છે. કેમ કે હાલમાં જે પ્રકારે દર્દી દાખલ થઈ રહ્યા છે તેમાં વધુ દર્દી શ્વાસને લગતા દાખલ થઈ રહ્યા છે. જેમને ઓક્સિજન આપવો જરૂરી છે. જેના કારણે ઓક્સિજનનો જથ્થો ખૂટી રહ્યો છે. જેથી પહેલા એક ટેન્કનો યુઝ થતો હતો જે હાલમાં 3 વાર ટેન્ક ભરાવી પડી રહી હોવાનું સિવિલ સુપરિટેનડેન્ટ જણાવ્યું. 20 હજાર લીટરની ટેન્ક છે. તેવા જ જથ્થાની અન્ય ટેન્ક પણ સ્ટેન્ડ બાય રખાઈ હોવાનું પણ જણાવ્યું. જેથી સિવિલ હોસ્પિટલ પાસે પૂરતો જથ્થો હોવાનું સુપરિટેન્ડન્ટનું નિવેદન આપ્યું.

સાથે દર્દીઓનો ફ્લો વધતા અને સ્ટાફની અછતને લઈને ગત રોજ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 20 જેટલી 108 એમ્બ્યુલન્સમાં દર્દીને રાહ જોવાનો વારો આવ્યો હતો. તેમજ બેડમાં સારવાર આપવાની વાત સામે આવી હતી જેને સિવિલ સુપરિટેનડેન્ટ ખોટી ગણાવી બેડને સ્ટ્રેચર તરીકે ઉપયોગ કર્યાનું જણાવ્યું. સાથે જ ફલો વધુ હોવાને લઈને એડમિશન ની પ્રક્રિયાને લઈને વિલંબ થયા હોવાનું પણ નિવેદન આપ્યું.

મહત્વનું છે કે બીજી લહેરમાં કાળી ચૌદસની રાતે 150 એમ્બ્યુલન્સના સાયરન સતત સિવિલ હોસ્પિટલમાં ગુંજયા હતા તે સ્થિતિ સામે હાલમાં વધુ ખરાબ પરિસ્થિતિ હોવાનું સુપરિટેનડેન્ટ જણાવ્યું. કેમ કે કાળી ચૌદસની રાતે 150 એમ્બ્યુલન્સ આવી હતી જેની સામે છેલ્લા 4 દિવસ થી 250 ઉપર એમ્બ્યુલન્સ સિવિલમાં આવી રહી છે. જેથી સિવિલ સુપરિટેનડેન્ટ સ્થિતિ ગંભીર ગણાવીને લોકોને નિયમ પાડવા માટે અપીલ કરી હતી.

અંદાજે દાખલ દર્દીના આંકડા…

અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસમાં 2097 ઉપર બેડ છે.

૧૨૦૦ બેડ હોસ્પિટલમાં 1050 દર્દી દાખલ
આઈ.કે.ડી.આર.સી.માં -159 દર્દી દાખલ
મંજૂશ્રી કોવિડ હોસ્પિટલમાં-391 દર્દી દાખલ
જી.સી.આર.આઇ.હોસ્પિટલમાં -168 દર્દી દાખલ
યુ.એન.મહેતા હોસ્પિટલમાં 169 કોરોના ગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ

એટલું જ નહીં પણ સરકારી સાથે ખાનગી હોસ્પિટલમાં પણ આજ પરિસ્થિતિ છે. કેમ કે ત્યાં પણ 90 ટકા બેડ ફૂલ ગયાનું અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશન દ્વારા ખુલાસો કરાયો છે. Ahna ના મતે મોટી હોસ્પિટલ 100 ટકા જ્યારે નાની હોસ્પિટલ 90 ટકા ભરાઈ ગઈ છે. તેમજ કોવિડ કેર સેન્ટર પણ શરૂ કરાયા છે. જે સમગ્ર પરિસ્થિતિ ગંભીર ગણાવી છે. તો વધુમાં ahna એ રેલવે દ્વારા તૈયાર કરવમાં આવેલ કોવિડ માટેના કોચ નો પણ ઉપયોગ કરવા સૂચન કર્યું છે જેથી વણસી રહેલ પરિસ્થિતિ ને પહોંચી વડાય. તો સાથે લોકોને વધુ જાગૃત બની નિયમ પાલન કરવા અપીલ કરી છે. તેમજ ahna ના સેક્રેટરીએ લોકડાઉન એક માત્ર રસ્તો ગણાવી ઓછા માં ઓછા 10થી15 દિવસ લોકડાઉન રાખવા માટે પણ માંગ કરી જેથી કોરોનાની ચેન તોડી ને કેસમાં ઘટાડો લાવી શકાય.

Published On - 3:35 pm, Mon, 12 April 21

Next Article