Ahmedabad : એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઉઘાડી લૂંટ, રિક્ષા ચાલકો પાસેથી વસુલાય છે 60 રૂપિયા પિકઅપ ચાર્જ

|

Jul 03, 2021 | 10:39 PM

સામાજિક કાર્યકર સુનિલ પટેલે માંગ કરી છે કે અમદાવાદ એરપોર્ટ પર રીક્ષા ચાલકો પાસેથી ઉઘરાવવામાં આવતો પિકઅપ ચાર્જ 60થી ઘટાડી 10 રૂપિયા કરવામાં આવે.જ્યારે કાર માટેનો પાર્કિંગ ચાર્જ એક કલાક માટે 90થી ઘટાડી 20 રૂપિયા કરવામાં આવે.

Ahmedabad : એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઉઘાડી લૂંટ, રિક્ષા ચાલકો પાસેથી વસુલાય છે 60 રૂપિયા પિકઅપ ચાર્જ
એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઉઘાડી લૂંટનો વિરોધ કરતા રિક્ષા ચાલકો

Follow us on

અમદાવાદ (Ahmedabad)એરપોર્ટ પર રિક્ષા ચાલકો પાસેથી એરપોર્ટ ઓથોરિટી દ્વારા  60 રૂપિયા પિકઅપ ચાર્જ(( Pick Up Charge)લેવામાં આવે છે.આ 60 રૂપિયા ભર્યા બાદ જ રિક્ષાને એરપોર્ટમાં એન્ટ્રી આપવામાં આવે છે.ત્યાર બાદ રીક્ષા ચાલક પેસેન્જર લઈને જતા રહે અને ફરીથી એરપોર્ટમાં જાય તો ફરીથી 60 રૂપિયા પિકઅપ ચાર્જ ભરવો પડે છે.રીક્ષા ચાલકો એરપોર્ટ પરથી દિવસની પાંચ ટ્રીપ કરે તો પાંચ વખત 60-60 રૂપિયા ભરવા પડે છે. રિક્ષા ચાલકોએ આ ચાર્જ બંધ કરવા અથવા 60 રૂપિયાની જગ્યાએ 10 રૂપિયા કરવા માંગ કરી છે.એરપોર્ટ ઓથોરિટીની લૂંટ સામે રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો હતો.\

ઓથોરિટી મનફાવે તેમ પાર્કિંગ ચાર્જ વસૂલી નફો કમાઈ રહી છે

આ બાબતે સામાજિક કાર્યકર સુનિલ પટેલે આરટીઆઇ કરી હતી. જેમાં ખુલાસો થયો છે કે સરકારે 1990માં 123640 ચોરસ મીટર અને 1996માં 244309 ચોરસ મીટર જમીન એરપોર્ટ ઓથોરિટીને મફતમાં આપી હતી. મફતમાં આપેલી જમીન પર ઓથોરિટી મનફાવે તેમ પાર્કિંગ ચાર્જ વસૂલી નફો કમાઈ રહી છે.સામાજિક કાર્યકર સુનિલ પટેલે માંગ કરી છે કે રીક્ષા ચાલકો પાસેથી ઉઘરાવવામાં આવતો પિકઅપ ચાર્જ 60થી ઘટાડી 10 રૂપિયા કરવામાં આવે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

એરપોર્ટ ઓથોરિટી કઈ પણ કહેવા તૈયાર નથી.

જ્યારે કાર માટેનો પાર્કિંગ ચાર્જ એક કલાક માટે 90થી ઘટાડી 20 રૂપિયા કરવામાં આવે.આ ઉપરાંત એરપોર્ટ ઓથોરિટી દ્વારા રસ્તા પર કે બહારથી પેસેન્જર ભરતા રિક્ષાને લોક કરીને ગેરકાયદે એક હજાર રૂપિયા દંડ વસુલે છે.એરપોર્ટ ઓથોરિટી પાસે વાહનોને આવી રીતે લોક મારી દંડ વસુલવાની કોઈ સત્તા નથી.આ સમગ્ર વિવાદ અંગે એરપોર્ટ ઓથોરિટી કઈ પણ કહેવા તૈયાર નથી.

આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જનો વિવાદ પણ દિવસે દિવસે વકરી રહ્યો છે.સામાજિક કાર્યકરે કરેલી આરટીઆઇમાં ખુલાસો થયો છે કે સરકારે એરપોર્ટ ઓથોરિટીને મફતમાં જમીન આપી છે.એરપોર્ટ ઓથોરિટી સરકારે આપેલી મફતની જમીનમાં આડેધડ પાર્કિંગ ચાર્જ વસુલે છે.આરટીઆઇમાં ખુલાસો થયો છે કે સરકારે એરપોર્ટ ઓથોરિટીને 1990 અને 1996માં મફતમાં જમીન આપી છે. મફતની જમીન પર એરપોર્ટ ઓથોરિટી મનફાવે તેમ પાર્કિંગ ચાર્જ વસુલ કરે છે.

રિક્ષા ચાલકો અને સામાજિક કાર્યકરે પાર્કિંગ ચાર્જ બંધ કરવા કલેક્ટરને રજુઆત કરી છે. તેવા સમયે  પાર્કિંગ અને પિકઅપ ચાર્જનો વિવાદ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.

Published On - 10:36 pm, Sat, 3 July 21

Next Article