Ahmedabad : કાર પાર્કિંગનો પુરાવો હશે તો જ કાર ખરીદી શકાશે, નવી પાર્કિગ પોલિસીની દરખાસ્ત સ્ટેન્ડિગ કમિટીમાં મંજૂરી માટે રજુ કરાઇ

|

Sep 02, 2021 | 11:27 AM

આ નવી પાર્કિંગ પોલિસીની (Parking policy)દરખાસ્તને મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ એજન્ડા રજુ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની દરખાસ્તમાં સ્પષ્ટતા છે કે, નવી કાર ખરીદવા માટે ખરીદદારે તેમની પાસે પાર્કિંગની જગ્યા હોવાનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.

Ahmedabad : કાર પાર્કિંગનો પુરાવો હશે તો જ કાર ખરીદી શકાશે,  નવી પાર્કિગ પોલિસીની દરખાસ્ત સ્ટેન્ડિગ કમિટીમાં મંજૂરી માટે રજુ કરાઇ
Ahmedabad: A proposal for a new parking policy has been submitted to the Standing Committee for approval (file)

Follow us on

અમદાવાદ શહેરમાં પાર્કિંગ અને ટ્રાફિકની (Parking and traffic)સમસ્યા હળવી કરવા માટે રાજ્ય સરકારે પગલાં ભર્યા છે. આ મામલે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ગેઝેટમાં વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે. જેના આધારે નવી પાર્કિંગ પોલિસી તૈયાર કરાઇ રહી છે.

નવી પાર્કિંગ પોલિસીની દરખાસ્તને મંજૂરી માટે રજુ કરાઇ

આ નવી પાર્કિંગ પોલિસીની (Parking policy)દરખાસ્તને મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ એજન્ડા રજુ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની દરખાસ્તમાં સ્પષ્ટતા છે કે, નવી કાર ખરીદવા માટે ખરીદદારે તેમની પાસે પાર્કિંગની જગ્યા હોવાનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. જે ફરજીયાત બનાવવાનો પણ દરખાસ્તમાં ઉલ્લેખ છે. આ તમામ અભિપ્રાયો બાદ મ્યુનિસિપલ વિભાગ દ્વારા આ દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

કેન્દ્ર સરકારે (Central Government) 2017માં જાહેર કરેલી નીતિને અપનાવવા માટે નવી પાર્કિંગ પોલિસી બનાવવાની ભલામણ કરાઇ હતી. જે પોલિસીના અમલ માટે ટીડીઓ (TDO) અને પોલીસ અધિકારીઓ દ્વારા ચોક્કસ નીતિ બનાવવી રાજ્ય સરકારે તેને આધારે ગેઝેટ બહાર પાડી લોકોના અભિપ્રાયો મગાવ્યા હતા.

રસ્તા પર પાર્કિંગનો ચાર્જ વસુલવામાં આવશે 

આ ઉપરાંત ઓન રોડ પાર્કિંગ (Road parking)બાબતે પણ વિચારણા કરવામાં આવી હતી. જેમાં રાત્રી દરમ્યાન જાહેર રસ્તા પર જો પાર્કિંગ થાય તો તે માટે મ્યુનિસિપલ ભાડુ વસુલી શકે તેવી પણ વ્યવસ્થા વિચારણા હેઠળ લાવવાનું ગેઝેટમાં દર્શાવ્યું હતું. શહેરના મોટાભાગના જૂના બિલ્ડિંગમાં હાલ પાર્કિંગના પ્રશ્નો છે. ત્યાં પાર્કિંગના પ્રશ્નો કઇ રીતે ઉકેલી શકાય તે માટે પણ અભિપ્રાયો મગાવવામાં આવ્યા હતા.

અમદાવાદ શહેરમાં 74 પાર્કિંગ સાઇટો ઉપલબ્ધ છે
અમદાવાદ શહેરમાં 74 જગ્યાએ પાર્કિંગ સાઇટો(Parking sites) ઉપલબ્ધ છે. જેમાં 40 જગ્યાએ ઓફ સ્ટ્રીટ પાર્કિંગ, 4 જગ્યાએ મલ્ટિલેવલ પાર્કિંગ, 9 જગ્યાએ ઓન સ્ટ્રીટ પાર્કિંગ જ્યારે 21 જગ્યાએ ફ્લાય ઓવર નીચે પાર્કિંગની જગ્યા છે. જ્યારે બીજા 4 પાર્કિંગ પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યા છે.

કારનું પ્રમાણ પ્રતિવર્ષ 9 ટકાના દરે વધે છે
અમદાવાદ શહેરમાં પ્રતિવર્ષ વાહનોનું વેચાણ વધી રહ્યું છે. જ્યાં શહેરમાં 1961માં 43000 વાહનો હતાં ત્યાં 2018-19માં પ્રતિવર્ષ 2.5 લાખ વાહનો વધી રહ્યા છે. જ્યારે હવે તે 35 લાખ જેટલા વાહનોના 6 ટકા લેખે પ્રતિવર્ષ વધારો થઇ રહ્યો છે. તેમાં કાર કારની સંખ્યામાં પણ 9 ટકાના દરે વધારો નોંધાઇ રહ્યો છે.

Next Article