Ahmedabad : દિલ્લીથી આવેલી બસમાં મળી આવ્યો ઝેરી સાપ, કોઇને ડંખ મારે તે પહેલા કરાયુ રેસ્ક્યૂ

|

Aug 05, 2021 | 10:51 PM

ઘટનાની જાણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કરવામાં આવતા તાત્કાલિક એનીમલ લાઈફ કેરને સ્થળે મોકલવામાં આવી. ટીમ દ્વારા આ સાપને પકડવા માટેના પ્રયત્નો ચાલુ કરવામાં આવ્યા.

Ahmedabad : દિલ્લીથી આવેલી બસમાં મળી આવ્યો ઝેરી સાપ, કોઇને ડંખ મારે તે પહેલા કરાયુ રેસ્ક્યૂ
poisonous snake was found in a bus

Follow us on

એનીમલ લાઈફ કેર ઘ્વારા ઝેરી સાપ કાળતરો કોઈ ને કરડે તે પહેલા તેનું રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. શહેરના પ્રેમદરવાજા જીનીગ મીલમાં દિલ્હીથી એક ટ્રક આવી પહોંચી હતી જેમાં ડ્રાઇવરની સીટના પાછળના ભાગમાં એક સાપ લપટાઈને બેઠો હતો.

આ સાપ ડ્રાઇવર અથવા કોઇ અન્યને ડંખ મારે તે પહેલા જ ડ્રાઇવરે તે કપડા સહિત સાપને મીલના કંપાઉન્ડમાં ફેકી દીધો. સાપને જોઇને સમગ્ર કંપાઉન્ડમાં દોડધામ મચી ગઇ હતી.

ઘટનાની જાણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કરવામાં આવતા તાત્કાલિક એનીમલ લાઈફ કેરને સ્થળે મોકલવામાં આવી. ટીમ દ્વારા આ સાપને પકડવા માટેના પ્રયત્નો ચાલુ કરવામાં આવ્યા. આ સાપની ગણતરી સૌથી ઝેરી સાપોમાં કરવામાં આવે છે. આ સાપનું નામ ક્રેટ છે અને તેને સ્થાનિય ભાષામાં કાળતરો સાપ કહેવામાં આવે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રેસ્ક્યૂ ટીમ દ્વારા સ્થાનિક લોકોને આ સાપ વિશે જાણકારી પણ આપવામાં આવી હતી. સાપ પકડાતા જ ડરી ગયેલા સ્થાનિક લોકોએ હાંશકારાનો અનુભવ કર્યો હતો.

ટીમે વધુમાં આસપાસના લોકોને જાગૃત કરવા જણાવ્યું હતું કે ક્યારે પણ સંપૂર્ણ જાણકારી મેળવ્યા વગર કોઇ પણ સાપને પકડવાનો પ્રયત્ન કરવો નહી. રેસ્ક્યુ કરનાર એનિમલ લાઈફ કેરના સભ્ય વિજય ડાભી દ્રારા ખાસ કાળતરો સાપની વિશેષતાઓ જણાવવામાં આવી.

તેમણે જણાવ્યુ કે, આ સાપમાં ન્યૂરોટોક્સિન નામનું ઝેર હોય છે અને આ સાપ કરડવામાં પર માણસને તાત્કાલિક સારવારની જરૂર પડે છે. જો સમયસર સારવાર ન મળે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે છે. આ સાપ હંમેશા છુપાઇને રહે છે. અન્ય સાપની સરખામણીએ તે નરી આંખે જલ્દીથી જોવા નથી મળતો.

આ પણ વાંચો – Yo Yo Honey Singh ની પત્નિએ લગાવ્યા તેના પર ગંભીર આરોપ, 10 કરોડના વળતરની પણ કરી માંગ

આ પણ વાંચો – પાકિસ્તાનમાં હિન્દુ મંદિર તોડી પાડવા પર ભારતે દાખવી કડકાઈ, દિલ્હી સ્થિત પાકિસ્તાનના ટોચના રાજદૂતને બોલાવ્યા

Published On - 10:50 pm, Thu, 5 August 21

Next Article