Ahmedabad: ઇકો અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, પુત્ર-પુત્રી અને પિતાએ ગુમાવ્યા જીવ

| Edited By: | Updated on: Sep 28, 2021 | 11:25 PM

Ahmedabad: દાલોદ પાસે ઇકો કાર અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત થયો છે. અકસ્માતમાં પિતા અને પુત્ર-પુત્રીએ પોતાના જીવ ગુમાવ્યા છે.

અમદાવાદમાં માંડલના દાલોદ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3ના મોત થયા છે જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત છે. અકસ્માતમાં પુત્રી-પુત્ર અને પિતાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. દાલોદ પાસે ઇકો કાર અને રીક્ષા વચ્ચે થયેલો આ અકસ્માત ખુબ જ ગોઝારો છે. અકસ્માતમાં પિતા અને પુત્ર-પુત્રીએ પોતાના જીવ ગુમાવ્યા છે.

મળેલી માહિતી પ્રમાણે માંડલના દાલોદ-કુણપુર રોડ પર રામદેવપીર મંદિર પાસે આ બનાવ બન્યો. બાદમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે વિરમગામ ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે.

ઇકો અને રિક્ષાની ટક્કરનો આજના દિવસમાં રાજ્યમાં બીજો બનાવ છે.

દિવસ દરમિયાન ઇડરના કડિયાદરા નજીક આવો જ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કડિયાદરા નજીક પસાર થઇ રહેલી રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. જે અકસ્માતમાં બે બાળકો અને રિક્ષા ચાલકનું મોત થયાના અહેવાલ હતા. ત્યારે આ સહીત 7 લોકો ઇજાગ્રસ્ત હોવાનું માલુમ પડ્યું હતું. તેમજ 2 લોકોની હાલત ગંભીર હોવાનું માલુમ પડ્યું હતું. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને  ઇડરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચો: IPL 2021, MI vs PBKS: હાર્દિક પંડ્યાની રમતે મુંબઇ ઇન્ડીયન્સને મુશ્કેલ સ્થિતીમાં 6 વિકેટ વિજય અપાવ્યો, પંજાબ પરાસ્ત

આ પણ વાંચો: કોરોના ઈફેક્ટ: ફાર્મસી કોર્સ વિદ્યાર્થીઓમાં બન્યો હોટ ફેવરિટ, પહેલા રાઉન્ડમાં એકપણ બેઠક ખાલી નહીં