Ahmedabad: રાયખડમાં 7 માળની બિલ્ડીંગ તોડી પાડવા ગુજરાત હાઈકોર્ટે કર્યો આદેશ

|

Feb 02, 2021 | 11:46 PM

અમદાવાદ શહેરના રાયખડ વિસ્તારમાં 7 માળની ઈમારત તોડી પાડવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. આ બિલ્ડિંગના બાંધકામ માટે કોઈ પણ જાતની પરવાનગી લેવામાં આવી ન હતી.

અમદાવાદ શહેરના રાયખડ વિસ્તારમાં 7 માળની ઈમારત તોડી પાડવા ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે. આ બિલ્ડિંગના બાંધકામ માટે કોઈ પણ જાતની પરવાનગી લેવામાં આવી ન હતી. આ ઉપરાંત પ્લાન મંજૂર કરાવ્યા વગર સાત માળની ઈમારતનું બાંધકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. કોઈપણ જાતની પરવાનગી લીધા વગર કે પ્લાન મંજૂર કરાવ્યા વગર સાત માળની ઈમારતનું બાંધકામ ચાલુ થઈ જતાં આ બિલ્ડીંગના નિર્માણ સામે હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી. ગુજરાત હાઈકોર્ટે આ અરજી પર સુનાવણી કરી ચુકાદો આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કાયદેસરના પગલા લેવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે આ સાત માળની ગેરકાયદેસર બિલ્ડીંગ તોડી પાડવા માટે કાયદેસરના પગલાં લેવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કર્યો છે.

 

 

આ પણ વાંચો: LPG Cylinder Price: ફેબ્રુઆરી મહિના માટે જાહેર થયા LPG સિલિન્ડરના ભાવ, જાણો કેટલી થઈ કિંમત

Next Video