ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે સરકારની આત્મનિર્ભર ગ્રામ યાત્રા, ત્રણ જ દિવસમાં 42,950 કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ!

|

Nov 18, 2021 | 10:48 AM

Gujarat: ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે ભુપેન્દ્ર સરકાર આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરી રહી છે. જેમાં ત્રણ જ દિવસમાં 42,950 કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ અને અનેક કાર્યો કરવામાં આવશે.

Gujarat: આજથી રાજ્યભરમાં ત્રણ દિવસ માટે આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો (Atmanirbhar gram yatra) પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા ખેડાના મહેમદાવાદથી યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવનાર હતો. તો રાજ્યના 33 જિલ્લામાં મંત્રીમંડળના સભ્યો સહિત અનેક મહાનુભાવો 100 જેટલા આત્મનિર્ભર ગ્રામ યાત્રાના વિકાસ રથોને પ્રસ્થાન કરાવી રહ્યા છે. આ તમામ રથો ત્રણ દિવસ દરમિયાન જિલ્લા પંચાયતની 10 હજાર 90 જેટલી બેઠકો પર પરિભ્રમણ કરશે. ત્યારે સરકાર દ્વારા આ યાત્રા થકી ઘણા પ્રોજેક્ટ્સના ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ લાભાર્થીઓને લોન અને સહાયના ચેક વિતરણ પણ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે 20 નવેમ્બરે તાલુકા કક્ષાએ આ યાત્રાનો સમાપન સમારોહ યોજાશે. જેમાં 12 વિભાગો દ્વારા આ ત્રિદિવસીય કાર્યક્રમોમાં વિવિધ વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કરાશે. કુલ 1 હજાર 577 કરોડથી વધુના 42 હજાર 950 જેટલા કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ કરાશે. ઉપરાંત 1 લાખ 92 હજાર 575થી વધુ લાભાર્થીને લોન અને સહાયના ચેક વિતરણ કરાશે. ઉપરાંત આ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રાજયમાં રૂપિયા 123.26 કરોડના ખર્ચે તૈયાર થયેલા 8 હજાર 77 આવાસોનું લોકાર્પણ કરાશે.

 

આ પણ વાંચો: જગતના તાતનું દુઃખ: અનિયમિત વરસાદી ઋતુ અને હવે માવઠું! ‘ટેકાના ભાવે ડાંગરની ખરીદી થઈ ગઈ હોત તો નુકસાન ન થાત’

આ પણ વાંચો: Mandi: બનાસકાંઠાના થરા APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 6828 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

Next Video