અદાણી ગેસે સીએનજીના ભાવમાં 1. 63 રૂપિયા અને પીએનજીના ભાવમાં રૂપિયા 70 નો વધારો ઝીંકયો

|

Oct 13, 2021 | 8:33 AM

નેચરલ ગેસના ભાવમાં વધારો આવ્યા બાદ અદાણી ગેસ દ્વારા 2 અને 6 ઓક્ટોબરે વધારો કરાયો હતો.ત્યારબાદ એક સપ્તાહમાં આ ત્રીજો વધારો કરાયો છે.

અદાણી ગેસે સીએનજીના ભાવમાં 1. 63 રૂપિયા અને પીએનજીના ભાવમાં રૂપિયા 70 નો વધારો ઝીંકયો
Adani Gas hikes CNG by Rs 1.63 and PNG by Rs 70

Follow us on

નેચરલ ગેસના ભાવ વધ્યા બાદ અદાણી સહિતની ગેસ કંપનીઓ બેફામ રીતે CNG-PNGના ભાવ વધારવા લાગી છે.. અદાણી ગેસે ચાલુ મહિને સતત ત્રીજીવાર ગેસનો ભાવ વધાર્યો છે. અદાણી ગેસે CNGના ભાવમાં 1.63 રૂપિયા અને PNGના ભાવમાં 70 રૂપિયાનો વધારો ઝીંક્યો છે.. જેના કારણે મધ્યવર્ગ પર ખર્ચનો બોજો વધી ગયો છે. CNGનો ભાવ રૂ.59.86થી વધીને રૂ.61.49 થયો છે. જ્યારે ઘર વપરાશના પીએનજીમાં 1.60 MMBTU સુધીના વપરાશ માટે રૂ.70નો વધારો કરાતા નવો ભાવ 1 હજાર 60 રૂપિયા રહેશે

જ્યારે 1.60 MMBTUથી વપરાશ વધે તો તેમાં 84 રૂપિયાનો વધારો કરાતા નવો ભાવ 1 હજાર 273 રૂપિયા રહેશે. મહત્વનું છે કે 1 ઓક્ટોબરે નેચરલ ગેસના ભાવમાં વધારો આવ્યા બાદ અદાણી ગેસ દ્વારા 2 અને 6 ઓક્ટોબરે વધારો કરાયો હતો..ત્યારબાદ એક સપ્તાહમાં આ ત્રીજો વધારો કરાયો છે. ગુજરાત ગેસના પીએનજીનો ભાવ રૂ.29 પડે છે જ્યારે અદાણી પીએનજીનો ભાવ રૂ.45થી 50 વચ્ચે પડશે.

ઉલ્લેખનીય છે કે, નેચરલ ગેસના ભાવમાં વધારો આવ્યા બાદ,, હવે રાજ્યમાં અદાણી અને ગુજરાત ગેસે CNGના ભાવમાં વધારો ઝીંકવાનું શરૂ કરી દીધુ છે. જેમાં 6 ઑક્ટોબરના રોજ અદાણી ગેસે સીએનજીમાં પ્રતિ કિલોગ્રામ દીઠ 1 રૂપિયાનો વધારો ઝીંકતા સીએનજી કિલોદીઠ 59.86 રૂપિયા થઈ ગયો હતો.છેલ્લે અદાણી ગેસના સીએનજીનો ભાવ પ્રતિ કિલોદીઠ 56.30 રૂપિયા હતો. પરંતુ તે તે ભાવ વધીને 59.86 રૂપિયા થયો છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

મતલબ એક સપ્તાહમાં 3.56 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. અદાણી ગેસે પીએનજીના ભાવમાં પણ વધારો કર્યો છે. 1.60 MMBTU સુધી વપરાશ હશે તો 991.20 રૂપિયા ભાવ રહેશે. જે 154 રૂપિયાનો વધારો સૂચવે છે. પરંતુ જો 1.60 MMBTU કરતા વપરાશ વધુ હશે તો 1189.44નો ભાવ લાગુ પડશે. જે 184.80 રૂપિયાનો વધારો સૂચવે છે.

અદાણીની પાછળ પાછળ ગુજરાત ગેસે પણ CNG ભાવમાં 2.50 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. CNG ભાવ 54.45 રૂપિયા હતો. તેમાં 2.50 રૂપિયાનો વધારો થતા ટેક્સ સાથે 58.10 રૂપિયા ભાવ થયો હતો.

આ પણ વાંચો : પીએમ મોદીના હસ્તે ગતિશકિત- નેશનલ માસ્ટર પ્લાન લોન્ચ કરાશે, રાજ્યકક્ષાનો કાર્યક્રમ સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં મહાત્મા મંદિરમાં યોજાશે

આ પણ વાંચો : JAMNAGAR : ગુગળી બ્રાહ્મણ 505 મહિલા મંડળ છેલ્લા 75 વર્ષથી પ્રાચીન ગરબાથી માતાની કરે છે આરાધાના

Published On - 8:16 am, Wed, 13 October 21

Next Article