Surat: ગત 30 એપ્રીલ 2020 માં હજીરા (Hajira) ગામમાં પાંચ વર્ષની બાળાનું અપહરણ કરીને તેની સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરીને તેણીની કરપીણ હત્યા મામલે ચુકાદો આવ્યો છે. આરોપી સુજીત સાકેતને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ અને 1 લાખ રૂપિયા દંડની સજા ફટકારવામાં આવી છે. દુષ્કર્મની ઘટના બહાર ન આવે તે માટે આરોપી સુજીત મુન્નીલાલ સાકેતે માસુમ બાળકીને માથામાં ઇંટ મારીને કરપીણ હત્યા કરી નાંખી હતી.
ચુકાદા દરમિયાન આરોપી હાથ જોડીને બેસી રહ્યો હતો. મળેલી માહિતી પ્રમાણે જ્યારે જજ દ્વારા આજીવન કેદની સજા સંભળાવવામાં આવી ત્યારે આરોપીએ ગુસ્સામાં ચપ્પલ ફેકી હતી. આ ચપ્પલ વિટનેસ બોક્સ સુધી પહોંચી હતી. માહિતી પ્રમાણે આરોપી પહેલા આજીજી કરતો હતો કે મેં કંઈ નથી કર્યું. બાદમાં જજમેન્ટ આવ્યા બાદ તેણે બંને ચપ્પલ વારાફરથી જજ સામે મારી હતી. પરંતુ તે વિટનેસ બોક્સને અ અડી હતી.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો એપ્રીલ 2020 માં હજીરા ગામમાં પાંચ વર્ષની બાળાનું અપહરણ કરીને તેની સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કરીને તેણીની કરપીણ હત્યા કરી હતી. આ દુષ્કર્મની ઘટના બહાર ન આવે તે માટે આરોપી સુજીત મુન્નીલાલ સાકેતે માસુમ બાળકીને માથામાં ઇંટ મારીને કરપીણ હત્યા કરી નાંખી હતી. જો કે ઇચ્છાપોર પોલીસે સુજીતની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો .
બીજી તરફ આ કેસમાં સરકાર પક્ષે 20 પાનાની લેખીત દલીલો રજૂ કરી હતી. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરતા કહ્યું હતું કે , આરોપીએ પાંચ વર્ષની બાળાની હત્યા કરી હતી અને લાશને રેતીના ઢગલામાં ઢસડી હતી. જેમાં ધૂળમાં પણ લોહીના લીસોટા પણ મળી આવ્યા છે. આ ઉપરાંત જે ઇટથી હત્યા કરવામાં આવી તેમાં બાળકીની લોહીના નમૂના પણ મળી આવ્યા છે .
ચકચારી આ કેસમાં સરકાર તરફે 20 પાનાની લેખીત દલીલ રજૂ કરવામાં આવી હતી. તાજેતરમાં આ કેસમાં બાળકીની ઉંમર કેટલી છે તેને લઇને અનેક પ્રશ્નો ઊભા થયા હતા. બાળકીની ઉંમરને લઇને પણ શંકા ન રહે તે માટે સરકાર પક્ષે બાળકીના વતન મધ્યપ્રદેશથી તેનો ઉંમરનો પુરાવો એટલે કે જન્મતારીખનો દાખલો લાવીને કોર્ટમાં રજૂ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતનો કોર્ટ પણ હવે ખુબ ફાસ્ટટ્રેક થઇ રહી છે. અગાઉ માત્ર 12 જ દિવસમાં બળાત્કાર અને હત્યાના કેસમાં ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી. આ કેસનો ચુકાદો પણ આજીવન કેદનો આવ્યો છે.
આ પણ વાંચો: GANDHINAGAR : સાળંગપુર હનુમાન મંદિરમાં ભોજનાલય બનાવવા “શ્રી રામ” લખાયેલી 12 લાખ ઇંટો ભેટ અપાશે
Published On - 12:57 pm, Wed, 29 December 21