આણંદના તારાપુરની મોટી ચોકડી પાસે ટાઇલ્સ ભરેલી ટ્રક પલ્ટી મારતા 3 લોકોના કરૂણ મોત થયા હતા. મૃતકોમાં બે બાળકો તેમજ1 વૃદ્ધનો સમાવેશ થાય છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. ત્રણેય મૃતકો અમરેલીના રાજુલાના વતની હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં અન્ય 5 ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે.
Three died on the spot after a truck filled with tiles overturns at Tarapur Moti chowkadi, #Anand #Gujarat #TV9News pic.twitter.com/9LEvTgL8BH
— Tv9 Gujarati (@tv9gujarati) November 9, 2022
તો બીજી તરફ મોરબીના હળવદમાં પણ ત્રિપલ અકસ્માતની ઘટના બની છે આ વિચિત્ર અકસ્માતમાં ટ્રેલર, ઇકો કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એખ વ્યક્તિનું મોત થયું હતું અને 12 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોનો હલવદની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઇકો કારમાં સવાર જામનગરના વ્યક્તિનું મોત થયું હતું.
Tragic accident: One died in a triple accident near Kavadiya Patiya, #Morbi #Gujarat #TV9News pic.twitter.com/awz2FY0QvQ
— Tv9 Gujarati (@tv9gujarati) November 9, 2022
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 10:03 am, Wed, 9 November 22